Abhayam News
AbhayamNews

સુરત:-VNSGU દ્વારા બી .એડની MCQ બેઇઝ ઓનલાઇન પરીક્ષા શરુ…

નર્મદ યુનિવર્સિટી દ્વારા આજથી શરૃ થયેલી બી.એડ સેમેસ્ટર-1 ની ઓનલાઇન પરીક્ષામાં 95 ટકા વિદ્યાર્થીઓ હાજર રહીને પરીક્ષા આપી હતી. આજે વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે એક કલાક લોગઇન થવાનો સમય આપ્યો હતો.

લોગઇન કરવા માટે એક કલાકનો સમય અપાયો..

આ ઓનલાઇન પરીક્ષામાં બી.એડ કોલેજમાં નોંધાયેલા કુલ ૯૭૮ વિદ્યાર્થીઓમાંથી માત્ર 50 જ ગેરહાજર રહ્યા હતા. બાકીના 928 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં ઘર બેઠા કે પછી કોલેજના સેન્ટરમાં જઇને પરીક્ષા આપી હતી. પાંચ ટકા જ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. .

નર્મદ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવાનું નક્કી કરાયા બાદ હજારો વિદ્યાર્થીઓના ડેટા સોફટવેરમાં મિસમેચ થતા બી.એડ અને મેડિકલ ફેકલ્ટી સિવાયની તમામ પરીક્ષાઓ મોકૂફ કરી દેવાઇ હતી. જયારે આજથી શરૃ થયેલી પરીક્ષામાં બી.એડ સેમેસ્ટરની ચાઇલ્ડ હુડ એન્ડ ગ્રોવીંગ અપની ઓનલાઇન એમસીકયુ બેઇઝ પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષા બપોરે 12.30 થી 1.30 વચ્ચ લેવાઇ હતી. વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ ઓનલાઇન જોડાતી વખતે લોંગીગનો પ્રશ્ન નહીં આવે તે માટે યુનિવર્સિટી દ્વારા તમામ બી.એડ કોલેજોના આચાર્યોને જાણ કરી દઇને પરીક્ષાના એક કલાક વહેલા જ લોગઇનની પ્રકિયાનો આરંભ કરી દેવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ઇન્કમ ટેક્સ રિફંડ મળવાનું થયું સરળ

Vivek Radadiya

શું તમે રામ મંદિરનું ગર્ભગૃહ જોયું?

Vivek Radadiya

જેતપુરઃ ભારતના બંધારણના ઘડવૈયા’ડો. આંબેડકર’ સ્ટેચ્યૂ અંધારામાં….

Abhayam

1 comment

Comments are closed.