Abhayam News
AbhayamNews

સુરતના પુણા વિસ્તારમાં વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા લોકો પરેશાન.

રાજ લક્ષ્મી સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ કહ્યું કે, જો અમે પૂરેપૂરો વેરો ભરી રહ્યા છીએ તો અમારી સાથે અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે.જો અમને પ્રાથમિક સુવિધામા સૌથી પ્રથમ રસ્તાઓ આ પ્રકારના મળતા હોય તો અમે ટેક્સ ભરવાનું બંધ કરી દઈએ.હંસાબેનએ કહ્યું કે, રસ્તા ઉપર ચાલવું પણ દુષ્કર બની જાય છે.

વડીલોને ઘરની બહાર નીકળતા મુશ્કેલી થઈ રહી છે. નાના બાળકો પણ રસ્તા ઉપર રમતા હોય ત્યારે પાણીના ખાબોચિયાની આસપાસ રમતી વખતે મચ્છર કરડી જવાથી બીમાર પડી રહ્યા છે. કોઈ નેતા કે અધિકારી અમારી રજૂઆતોને ગંભીરતાથી લઇ રહ્યું નથી.

ચોમાસા અગાઉ પ્રિ મોન્સૂન કામગીરી ન થઈ હોવાથી લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યાં છે. પુણા વિસ્તારમાં લોકો પોતાની ફરિયાદ વારંવાર આપી રહ્યા હોવા છતાં પણ તેનો ઉકેલ આવ્યો નથી. અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. વરસાદી ઝાપટાથી જ રસ્તા ઉપર કાદવ કીચડ જોવા મળી રહ્યો છે.

જેને કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજ લક્ષ્મી સોસાયટી તરફના રસ્તા ઉપર વરસાદી ઝાપટાના કારણે પાણીનો ભરાવો રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ શરૂ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

523 ASIને મળ્યું PSIનું પ્રમોશન

Vivek Radadiya

NRIs પણ સરકારી બોન્ડમાં નાણાંનું રોકાણ કરી શકે છે

Vivek Radadiya

SMEs માટે ઈ-કોમર્સ સેક્ટરમાં ગ્રોથ માટે વિશાળ તકો

Vivek Radadiya