Abhayam News
AbhayamNews

સુરત:-SMC દ્વારા કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા ઓકિસજન પ્લાન્ટ સ્થાપશે..

રાજ્યમાં કોરોનાના ત્રીજા વેવને લઇને સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કોરોનાના સંભવિત ત્રીજા વેવને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લામાં પણ તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. સુરત જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં બેડ સાથે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા તંત્ર જઈ રહ્યું છે. જેનો અંદાજિત રૂપિયા 10 કરોડનો ખર્ચો થશે.

જિલ્લા કલેક્ટર સહિત સાંસદ, ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી તેમજ કંપનીઓ પાસેથી ફંડ એકત્ર કરવામાં આવશે. આ ઉપરાંત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધુનિક જીનોમ સિક્વન્સીંગ ટેસ્ટ માટે મંજૂરી માંગવામાં આવી છે. ટેસ્ટ કરવા આઇસીએમઆરને પત્ર લખી મંજૂરી માંગી છે. ટેસ્ટ કરવાથી કોરોના વાયરસમાં બદલાવ થયો હોવાની જાણકારી મળે છે. ત્રીજા વેવના ખતરા સામે લડવા માટે સુરત પાલિકા તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

કોરોનાના સંભવિત ત્રીજા વેવને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લામાં પણ તાડમાર તૈયારીઓ કરાઈ રહી છે. સુરત જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં બેડ સાથે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા તંત્ર જઈ રહ્યું છે. કોરોનાના બીજા વેવમાં ઓક્સિજનની અછત બાદ સુરત જિલ્લા તંત્ર જાગ્યું છે. સુરત જિલ્લાના 14 CHC સેન્ટર પર 650 બેડ સાથે 300 થી 1000 લિટરના ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે. જેનો અંદાજિત રૂપિયા 10 કરોડનો ખર્ચો થશે.

પહેલા અને બીજા વેવ કરતાં વાયરસમાં બદલાવ આવે તેવી ભીતી વ્યક્ત કરવામાં આવી છે. ત્રીજા વેવના વાયરસમાં વેરિયન્ટમાં મોટો બદલાવ આવે અને ઘાતકી બની શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. પોઝિટિવ કેસ પર ખાસ નજર રાખવાનું શરૂ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

તાલીબાને ભારત સાથે તોડ્યા વ્યાપારિક સબંધ , આયાત-નિકાસ પર લગાવી દીધો પ્રતિબંધ.

Deep Ranpariya

અગ્રણીઓ આ મુદ્દે કેમ ચૂપ છે:-સમાજને 10 ટકા અનામત અપાવનાર યુવાનો કેમ કોર્ટ કચેરીના ધક્કા ખાય છે ?

Abhayam

કમલ હાસન પ્રથમ ભારતીય અભિનેતા હતો

Vivek Radadiya