CM વિજય રૂપાણીએ રાજ્યમાં તાઉતે વાવાઝોડાના પરિણામે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠા વિસ્તારોમાં નુકશાન પામેલા બાગાયતી પાકોના ઝાડ તે જ સ્થળે પૂન: સ્થાપિત રિ-ઇન્સ્ટોલ કરવાનોઅપનાવેલો નવતર અભિગમરાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના 258 કૃષિ વૈજ્ઞાનિકોની 1200 ગામોના અસરગ્રસ્ત ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત અને માર્ગદર્શનથી સાકાર થવાની નવી દિશા ખુલી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં આંબા, નાળિયેરી, લીંબુ, ચીકુ, કેળ, દાડમ જેવા બહુઆયુષી બાગાયતી પાકોને વ્યાપક નુકશાન થયાનું રાજ્ય સરકારની જાણમાં આવતાં જ મુખ્યમંત્રીએ રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના કૃષિ વૈજ્ઞાનિકોને આ અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાતા કરી નુકશાન પામેલા, મૂળમાંથી ઉખડી ગયેલા, નમી પડેલા કે થડ ફાટી ગયેલા આવા બાગાયતી વૃક્ષોને પૂન: સ્થાપિત રિ-ઇન્સ્ટોલ કરવા ખેડૂતોને મદદરૂપ થવા તત્કાલ પહોચી જવા સૂચન કરેલું.
આ હેતુસર, કૃષિ યુનિવર્સિટીની નર્સરીઓમાં આવી કલમો, છોડ મોટા પાયે તૈયાર કરવા તેમણે સૂચના આપી હતી. વિજય રૂપાણીએ એમ પણ ઉમેર્યુ કે, કૃષિ વૈજ્ઞાનિકોએ આપેલા આ માર્ગદર્શનને પરિણામે લગભગ-લગભગ 25 થી 30 ટકા બાગાયતી પાકોના ઝાડોને બચાવી રિ-ઈન્સ્ટોલ કરી શકાશે.
CM વિજય રૂપાણીએ આ બેઠકમાં કહ્યું કે, હજુ વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તેમના બાગાયતી પાકોને થયેલું નુકશાન કે ઝાડને થયેલા નુકશાનમાંથી બેઠા કરી વૃક્ષો તે જ સ્થળે રિ-ઇન્સ્ટોલ કરી શકાય તેનું સઘન માર્ગદર્શન આપવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. આ માટે રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીઓના ફેકલ્ટીઝ, અધ્યાપકો અને ફાયનલ ઇયર એગ્રી સાયન્સના વિદ્યાર્થીઓને ત્રણ દિવસ માટે અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોનું માર્ગદર્શન કરવા મોકલવામાં આવશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રસ્તુત કરેલા પ્રેઝન્ટેશન અને એકસપીરીયન્સ શેરિંગ અંગેકહ્યું કે, રાજ્ય સરકાર અસરગ્રસ્ત ખેડૂતોને ફરીથી ઝડપથી બેઠા કરવા પ્રતિબદ્ધ છે ત્યારે આ માર્ગદર્શન અને પ્રત્યક્ષ નિદર્શન ખેડૂતો માટે વધુ ઉપયોગી પૂરવાર થશે. તાઉતે વાવાઝોડાની સૌથી વધુ અસર જે ચાર જિલ્લાઓ ભાવનગર, જુનાગઢ, અમેરલી, ગીર-સોમનાથમાં થઇ હતી ત્યાં રાજ્યની ચાર યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકોની ટીમે જે બગાયતી પાકોમાં નુકસાન થયું છે તેને રિસ્ટ્રોરેશન કંઇ રીતે કરી શકાય તે વિષયે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે સતત 10-12 દિવસ આ અસરગ્રસ્ત વિસ્તારો ખુંદીવળી 1195 ગામોની મુલાકાત લીધી અને અંદાજે 11 હજાર જેટલા ખેડૂતોને ટેકનીકલ ગાઇડન્સ, લાઇવ ડેમોન્સ્ટ્રેશન-1584 નિદર્શનો કરીને તેમના બાગાયતી પાકો નાળિયેરી, આંબા, લીંબુ, ચીકુ, જામફળ વગેરેને પૂન: સ્થાપિત રિ-ઇન્સ્ટોલ કરવાનું સઘન માર્ગદર્શન આપેલું. એટલું જ નહીં, જેમાં ખાસ કરીને મૂળમાંથી ઉખડી ગયેલા, ત્રાસાં થયેલા નમી ગયેલા, થોડા મૂળ જમીનની અંદર તેમજ થોડા મૂળ જમીનની બહાર નીકળી ગયેલા વૃક્ષોના વૈજ્ઞાનિક પદ્ધિતિથી પુન:સ્થાપન માટે આ કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.આ કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતો પાસેથી પણ તેમના અનુભવો મેળવ્યા હતા.
CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, ઊર્જા મંત્રી સૌરભ પટેલ વગેરે સમક્ષ આ કૃષિ વૈજ્ઞાનિકોએ ગાંધીનગરમાં યોજાયેલી સંવાદ બેઠકમાં પોતાના અનુભવો અને ખેડૂતો સાથે થયેલી વાતચીતનું આદાન-પ્રદાન પ્રેઝન્ટેશન સહિત કર્યુ હતું. CM વિજય રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે, તાઉતે વાવાઝોડાથી ખેડૂતોના પાકો ખાસ કરીને બાગાયતી પાકોને જે નુકશાન થયું છે તેમાંથી તેમણે ફરી બેઠા કરવા કૃષિ વૈજ્ઞાનિકોના આ અનુભવો અને ખેડૂતોને આપેલા પ્રાથમિક માર્ગદર્શનના આધારે રાજ્ય સરકાર ટૂંકસમયમાં એકશન પ્લાન ઘડીને ખેડૂતોને ઝાડો પૂન: સ્થાપિત રિ-ઇન્સ્ટોલ કરવાની વ્યવસ્થિત માર્ગદર્શિકા ગાઇડલાઇન્સ જાહેર કરશે.
આ ગાઇડ લાઇન્સ બધા જ ખેડૂતો સુધી વ્યાપકપણે પ્રચાર-પ્રસારથી પહોચાડવા પણ તેમણે કૃષિ વિભાગને આયોજન કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ વાવાઝોડાથી નાશ થયેલા કે નુકશાન પામેલા બાગાયતી પાકો સહિત અન્ય પાકો માટે આગામી ચોમાસાની ઋતુ પહેલાં ખેડૂતોને પૂરતું બિયારણ જરૂરિયાત મુજબની કલમો મળી રહે તે માટેની વ્યવસ્થાઓ કૃષિ યુનિવર્સિટીઓ સાથે મળીને રાજ્યનો કૃષિ વિભાગ કરશે.
જે વૃક્ષ કે છોડ પડી ગયા છે તેને ટેક્નિકલી કેવી રીતે ઊભા કરી શકાય તેનું લાઇવ ડેમોન્સ્ટ્રેન્શન પણ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યું હતું. તાઉ તે વાવાઝોડાથી થયેલા નુકસાની બાદ વૈજ્ઞાનિકો દ્વારા સતત 10-12 દિવસ સુધી ખેડૂતો સાથે રહીને બને એટલા વૃક્ષ-ઝાડ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક અંદાજ મુજબ 25-30 ટકા વૃક્ષ-ઝાડ બચાવવામાં સફળતા પ્રાપ્ત થઇ છે અને રિ-ઇન્સ્ટોલેશન કરી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે..