Abhayam News
AbhayamNews

આ શહેર માં 7 વર્ષમાં આટલા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડી સરકારી શાળામાં દાખલ થયા..

કોરોના વાયરસની મહામારીના સમયમાં અનેક લોકોએ વૈકલ્પિક વિચારસરણી અપનાવી લીધી છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત સ્કૂલ્સમાં છેલ્લા સાત વર્ષમાં કુલ 34000 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી શાળામાં એડમિશન લઈ લીધું છે. 2020-21 માટે કુલ 3334 વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ હેતું જોડાઈ ગયા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ફ્રી એજ્યુકેશન અને ડિગ્રીવાળા શિક્ષકોને કારણે લોકો હવે સરકારી સ્કૂલ્સમાં વિશ્વાસ કરતા થયા છે. અધિકારીઓ દાવા સાથે એ વાત કહે છે કે, આર્થિક સ્થિતિ અને સરકારી સ્કૂલ્સમાંથી આપવામાં આવતી સગવડ-સુવિધાને કારણે ખાનગી સ્કૂલ્સમાંથી સરકારી શાળામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. અમદાવાદ શાસનાધિકારી એલ.ડી. દેસાઈ ઉમેર્યું કે, સરકારી નીતિઓને કારણે વાલીઓ સરકારી સ્કૂલ્સ તરફ વિચારતા થયા છે. આકર્ષાયા છે

એડમિશન વધતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા સ્કૂલ્સની સંખ્યામાં દર વર્ષે વધારો થાય છે. આ વર્ષે નવી દસ સ્કૂલ્સ શરૂ કરાશે. નવા શૈક્ષણિક સત્ર માટે પણ શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓને મળી સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા અંગે જણાવી રહ્યા છે. આ ઉપરાંત સ્ટાફને લઈને કેટલીક ખોટી માન્યતાઓ દૂર કરવા માટે શિક્ષકોને કહેવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર કહે છે કે, સરકારી શાળાઓમાં પણ ખાનગી સ્કૂલ્સની જેમ રમતગમતના મેદાન, હાઈટેક ટિચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ છે. વર્ષ 2014-15માં 4,397 વિદ્યાર્થી, 2015-16માં 5,481 વિદ્યાર્થીઓ, 2016-17માં 5,005 વિદ્યાર્થીઓ, 2017-18માં 5,219 વિદ્યાર્થીઓ, 2018-19માં 5,791 વિદ્યાર્થીઓ, 2019-20માં 5,272 વિદ્યાર્થીઓ અને 2020-21માં 3,334 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવાથી પાઠ્યપુસ્તકો, મધ્યાહન ભોજન, શિષ્યવૃતિ જેવી અનેક પ્રકારની યોજનાઓનો લાભ મળે છે. જેના કારણે વાલીઓની આર્થિક ભારણ ઓછું થાય છે. આવી અનેક બાબતો શિક્ષકો જે તે વાલી સુધી પહોંચાડે છે. બીજી તરફ સરકારી સ્કૂલ્સની ફી ખાનગી શાળાઓ જેટલી હોતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

યુરિયા ખાતરની અછતને લઈ રાઘવજી પટેલનું નિવેદન

Vivek Radadiya

Vibrant Gujarat 2024: એક જ દિવસમાં 1 લાખ કરોડનાં સંભવિત રોકાણ

Vivek Radadiya

ક્રિપ્ટોથી નિરાશ થયેલાને ડિજિટલ કરન્સીની આશા

Vivek Radadiya