Abhayam News
AbhayamNews

ગુજરાતી પરિવારની બે બહેનો ઇઝરાયલની આર્મીમાં જોડાઈ..

વિશ્વની સૌથી શક્તિશાળી ગણાતી ઇઝરાયલની સેનામાં મુળ ગુજરાત દીકરીને સ્થાન મળ્યું છે. એક બહેનનું સિલેક્શન થયું છે અને બીજી બહેનનું ટ્રેનિંગ બાદ સિલેક્શન થશે. આ બંને બહેનો જૂનાગઢના માણાવદર તાલુકામાં આવેલા કોઠડી ગામની છે અને તેનો પરિવાર ઇઝરાયલમાં સ્થાયી થયો છે અને તેઓ ત્યાં કરિયાણાના સ્ટોરનો વ્યવસાય કરે છે.

જૂનાગઢના માણાવદર તાલુકામાં આવેલા કોઠડી ગામમાં રહેતા જીવા મૂળિયાસીયા અને તેમના ભાઈ સવદાસ મૂળિયાસિયા પરિવારની સાથે રહેતા હતા. આ બંને ભાઈઓ તેમના પરિવારના સભ્યો સાથે ઇઝરાયલના તેલઅવિવમાં સ્થાયી થયા થયા છે અને તેઓ કરિયાણાના સ્ટોરનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઇઝરાયલમાં જીવા મૂળિયાસિયા અને સરદાસ મૂળિયાસિયાની દીકરી નિશાને ઇઝરાયલની સેનામાં સ્થાન મેળવ્યું છે અને રિયા નામની યુવતી 3 મહિનાની ટ્રેનિંગ પર છે

ત્રણ મહિનાની ટ્રેનિંગ બાદ તેને જુદી જુદી પરીક્ષા પાસ કર્યા બાદ જ આર્મીમાં પોસ્ટિંગ આપવામાં આવશે.

નિશાની બહેન રિયાની વાત કરવામાં આવે તો તેને ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ આર્મીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો અને તેના કારણે હાલ તે આર્મી ફ્રી સર્વિસમાં છે. રિયા કમાન્ડોની સમકક્ષ ટ્રેનિંગ લઇ રહી છે.

નિશા હાલ ઇઝરાયેલી સેનામાં ફરજ બજાવી રહી છે અને તેની બહેન રિયા ત્રણ મહિનાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ જ અલગ-અલગ પરીક્ષા પાસ કરીને આર્મીમાં પોસ્ટિંગ મેળવશે.

મહત્ત્વની વાત છે કે નિશા ઇઝરાયલની આર્મીમાં સ્થાન મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા છે. નિશા અત્યારે ઇઝરાયલની આર્મીમાં ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશન એન્ડ સાયબર સિક્યુરિટી વિભાગમાં ફરજ બજાવી રહી છે. સાથે જ તે ફ્રન્ટલાઈન યુનિટની હેડ તરીકે પણ ફરજ બજાવે છે.

રિયા અને નિશાનો પરિવાર વર્ષોથી ઇઝરાયલમાં સ્થાયી થયો છે. બંને બહેનો આર્મીમાં જોડાઈ હોવાના કારણે પરિવારના સભ્યોમાં પણ ખૂશી છે. મહત્ત્વની વાત છે કે, ઇઝરાયલની સેનામાં 50 જેટલી મહિલાઓ છે. 31 લાખ સૈનિકની શક્તિ ધરાવતા ઇઝરાયલના સૈન્યમાં 16 લાખ પુરુષો છે અને 15.14 લાખ મહિલા છે. બીજી મહત્ત્વની વાત છે કે, ઇઝરાયલના નાગરિકોને પણ બંદૂક ચલાવવાનું નોલેજ આપવામાં આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

સુરતમાં લાકડામાંથી બનેલ અયોધ્યાનાં રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિનું ધૂમ વેચાણ

Vivek Radadiya

ખેડૂતોએ રસ્તા પર ડુંગળી વેરી નિકાસબંધીનો કર્યો વિરોધ

Vivek Radadiya

આ ખેલાડીઓને IPL2024ની હરાજીમાં મળશે સૌથી વધુ રૂપિયા

Vivek Radadiya