જરાતમાં તાઉતે વાવાઝોડાના કારણે ઘણા વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે. કેટલી જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક વીજળ પોલ પડી ગયા છે. ત્યારે હજુ પણ કેટલાક ગામડાઓમાં વીજ પુરવઠો યથાવત થયો નથી. ખેડૂતોને પણ વાવાઝોડાના કારણે મોટુ નુકશાન થયુ છે. ખેડૂતોને નુકસાન થયું હોવાના કારણે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોનો બેંક ધિરાણ માફ કરવા નવું ધિરાણ મળે તેવી વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરી છે.
પરેશ ધાનાણીએ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા અને આંબા માટે રૂ. ચૂકવવા માગ કરી
પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, કેરીના પાકમાં ખેડૂતોને આંબાના રોપાના 250 રૂપિયા, ખાડો ખોદવા અને વાવેતરના 160 રૂપિયા, દવા અને ખાતરના 25 રૂપિયા, પાણી તથા મજુરી ખર્ચ રૂપિયા આમ કુલ મળીને એક આંબા દીઠ 500 રૂપિયાનો ખર્ચ થાય છે અને 10 વર્ષ પછી કેરીની આવક એક આંબા દીઠ 700 કિલો કેરીનો 40 રૂપિયા ભાવ ગણવામાં આવે તો 28 હજાર રૂપિયા લેખે 10 વર્ષના 2.80 લાખ રૂપિયા ખેડૂતોને આંબા દીઠ ચૂકવવામાં આવે.
વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે કે, કૃષિ પાક અને કૃષિ સંશોધનોને વસાવવા માટે ખેડૂતોએ સહકારી અને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ધીરાણ મેળવ્યા છે અને ખેતરમાં કૂવો કરવા માટે, ઈલેક્ટ્રિક રુમ અને પાણીનો ટાંકો બનાવવા માટે, ટ્રેક્ટર-ટ્રેલર અને ગોડાઉન બનાવવા માટે આ ધિરાણ મેળવ્યું છે પરંતુ વાવાઝોડાના કારણે ખેડૂતોનો પાક નાશ પામ્યા છે. એટલે ખેડૂતોને કોઈ આવક થાય તેમ ન હોવાના કારણે તેમનું બેંક ધિરાણ માફ કરવા અને નવું ધિરાણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે