Abhayam News
AbhayamSocial Activity

ફરી વતન ની વ્હારે: સુરત સેવા સંસ્થા દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્ર 100 જનરેટર મોકલ્યા…

વાવાઝોડાના કારણે ઉભા થયેલા સંકટની સામે સૌરાષ્ટ્રના લોકો ઝઝૂમી રહ્યા છે. પીવાના પાણીની પણ વ્યવસ્થા ત્યારે થઈ રહી નથી અને દિવસેને દિવસે લોકોની હાલાકી વધી રહી છે. સૌરાષ્ટ્રમાં જીવન રાબેતા મુજબ થાય તે માટે તમામ પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સમાજ સેવી સંસ્થા આગળ આવી રહી છે..

તાઉ-તે વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેને કારણે જનજીવન ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે. સુરતની સેવા સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રની દયનીય સ્થિતિમાં લોકોની વ્હારે આવી રહી છે. સેવા સંસ્થા દ્વારા 100 જેટલા જનરેટર સુરતથી ઉના અને ગીર ગઢડા મોકલવામાં આવ્યા છે.

સુરતની સેવા સંસ્થા સૌરાષ્ટ્રની દયનીય સ્થિતિમાં લોકોની વ્હારે આવી.

સુરતની સેવા સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રની દયનીય સ્થિતિમાં લોકોની વ્હારે આવી રહી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો સદંતર રીતે બંધ થઈ ગયો છે. જે ફરી શરૂ થતા ઘણો સમય લાગી શકે છે. સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને ઉના, ગીર ગઢડા જેવા ગામોમાં સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. વીજ પુરવઠો બંધ થવાના કારણે પીવાના પાણીની પણ હાલાકી થઈ રહી છે, એટલું જ નહીં લોટ દળવાની ઘંટીઓ પણ બંધ હોવાના કારણે લોકોને અનાજ હોવા છતાં લોટ દળીને તેનો ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિ નથી. તેના કારણે જમવામાં પણ લોકોને મુશ્કેલી થઈ રહી છે.

ટૂંક સમયમાં જ અન્ય 50 જેટલાં જનરેટર મોકલવામાં આવશે.

સેવા સંસ્થા સાથે જોડાયેલા ધાર્મિક માલવિયા જણાવ્યું કે સુરત સહિત સમગ્ર ગુજરાતની એજન્સીઓ સાથે અમે સંકલન કરી રહ્યા છીએ. વીજ પુરવઠો ખોરવાવાને કારણે જનરેટરની સૌથી મોટી જરૂરિયાત ઊભી થઇ છે. અમે વિવિધ એજન્સીઓ સાથે મળી શરૂઆતમાં 100 જેટલા જનરેટરની વ્યવસ્થા કરી છે. ટૂંક સમયમાં જ અન્ય 50 જેટલાં જનરેટર વડોદરા, નવસારી, વલસાડ તેમજ અન્ય શહેરોમાંથી લઈને અહીં તેનો ઉપયોગ કરીશું. અમરેલી, જાફરાબાદ, ખાંભા, રાજુલા, સાવરકુંડલા આ તમામ શહેરોની અંદર હવે ધીરે ધીરે જનરેટર મારફતે થઈ શકે તેટલો પ્રયાસ લોકોને મદદ કરવાનો શરૂ કરાયો છે.

વીજ પુરવઠો ખોરવાવાને કારણે જનરેટરની સૌથી મોટી જરૂરિયાત ઊભી થઇ.

સેવા સંસ્થા દ્વારા 100 જેટલા જનરેટર સુરતથી ઉના અને ગીર ગઢડા મોકલવામાં આવ્યા છે. જ્યાં સૌથી વધુ વાવાઝોડાએ તારાજી સર્જી છે. અહીં લોકોને અંધારામાં પોતાનું જીવન વેજ કરવાની નોબત આવી ગઈ છે. સંપૂર્ણપણે વીજકાપ હોવાને કારણે લોકોના મોબાઈલ ચાર્જ થતાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વાઇબ્રન્ટ સમિટ માટે અભૂતપૂર્વ તૈયારીઓ

Vivek Radadiya

સુરતમાં 600 કરોડના હીરાના ગણેશની પૂજા કરવામાં આવી

Vivek Radadiya

ભાજપના ધારાસભ્ય પંચમહાલના રિસોર્ટમાં દારૂ અને જુગારની મહેફિલમાં પકડાયા…

Abhayam