દેશમાં કોરોના મહામારીને જોતા મોબાઈલ પર લોકોને ફોનમાં વેક્સિન લગાવવાની ડાયરલર ટ્યૂન સંભળાય છે. જેના પણ દિલ્હી હાઈકોર્ટ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. આ બાબતને હેરાન કરનારી ગણાવી છે.
રસી તો છે નહીં ડાયલર ટ્યૂન સંભળાવવાનો શું મતલબ
હાઈકોર્ટે કહ્યુ હતું કે, અમને નથી ખબર કે, કેટલા દિવસથી આ વેક્સિન લગાવવાની ટ્યૂન વાગી રહી છે, જ્યારે આપની પાસે પુરતા પ્રમાણમાં વેક્સિન તો છે નહીં. તમે લોકોનું રસીકરણ તો કરી શકતા નથી, તેમ છતાં લોકોને વેક્સિન લગાવવાની અપીલ કરી રહ્યા છો. આખરે લોકો કેવી રીતે વેક્સિન લગાવશે. જ્યારે દેશમાં વેક્સિન જ નથી. ત્યારે આવા સમયે લોકોને આવા મેસેજ આપવાનો શો અર્થ છે.
કોર્ટે કહ્યુ હતું કે, ટીવી એંકર, નિર્માતાઓ પાસેથી ઓક્સિજન કંસેટ્રેંટર્સ, સિલિન્ડર અને વેક્સિનેશન માટે લોકોને જાગૃત કરી શકે તેવા પ્રોગ્રામ ચલાવાનું કહી શકાય. લોકોને જાગૃત કરવા માટે લોકપ્રિય લોકોની મદદ લઈ શકાય.