Abhayam News
AbhayamSocial Activity

મંડપ ડેકોરેટર્સ એસોશિયેશન દ્વારા સંચાલિત સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર…

સુરતમાં આઇસોલેશન સેન્ટરો નાના તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે આશિર્વાદ સમાન બની રહ્યા છે. જેમાંથી સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર મોટા વરાછા સ્થિત અસ્પાયર પબ્લિક સ્કૂલ ખાતે છે. સુરત મંડપ ડેકોરેટર્સ એન્ડ ઈલેક્ટ્રિકલ્સ એસોશિએશન, એસ્પાયર પબ્લિક સ્કૂલ, એકતા ગ્રુપ દ્વારા સંચાલિત આ આઇસોલેશન સેન્ટર જેમાં નાનામાં નાની વ્યવસ્થા માટેની કાળજી લેવામાં આવી છે.

40 બેડની વ્યવસ્થા સાથે ઉનાળામાં તડકો ના લાગે એ હેતુથી મંડપ, પડદા, પંખા, લાઈટ, કુલર, ટીવી, ર્ચાજિંગ પોઇન્ટ, બેઠક વ્યવસ્થાની સાથે દર્દી અને એના પરિવારને તકલીફ ના પડે તે ધ્યાને લઈને આટલી બધી સગવડતાવાળું સેન્ટર શરૂ કર્યું છે. કોવિડ સારવાર માટે ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ તેમજ નર્સિંગ સ્ટાફ સહિતની સુવિધા સાથે આ વ્યવસ્થા કરાઇ છે. ભરતભાઈ શિંગાળા, હસમુખભાઈ હિરપરા, સુરેશભાઈ કથીરિયા, અશોકભાઈ કથેરીયા, રાજેશભાઈ પટેલ, અશ્વિનભાઈ અકબરી દ્વારા પબ્લિક સ્કૂલ દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

વરાછા વિસ્તારમાં ચાલતા જુદા જુદા આઈસોલેશન વોર્ડમાં હજારો દર્દીઓ એડમિટ થઈ સારવાર લઈ રહ્યા હોય ત્યારે મોટા વરાછા વિસ્તારમાં આવેલ અસ્પાયર સ્કૂલનાં માધ્યમથી ચાલી રહેલા આઈસોલેશન વોર્ડમાં ઘણા બધા દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરી રહ્યા છે ત્યારે આજરોજ ડો. શૈલેષભાઈ ભાયાણી અને સાથી ટીમ સાથે મળી લક્ષ્મણભાઈ કોરાટ (ઉપપ્રમુખ ભાજપ સુરત શહેર )દ્વારા આ આઈસોલેશન વોર્ડની વિઝિટ કરી દાખલ દર્દીઓને ડોક્ટર દ્વારા તપાસ અને જરૂરી માહિતી આપીને આશ્વાસન પૂરું પડાયું હતું.

Related posts

National Games::ટેબલ ટેનિસના ફાઇનલમાં ગુજરાતે જીત્યું ગોલ્ડ મેડલ

Archita Kakadiya

કેનેડા-અમેરિકામાં સરસવના તેલ પર શા માટે પ્રતિબંધ?

Vivek Radadiya

પીએમ મોદીએ ચેટજીપીટી વિશે કહી આ વાત

Vivek Radadiya

1 comment

Comments are closed.