- તબીબી શિક્ષકો-ડોક્ટરોનું માંડ પત્યુ ત્યાં હવે લેબ કર્મચારીઓનું આંદોલન
- ૧૦ દિવસમાં જો નિર્ણય ન લેવાય તો હડતાળ પાડશે
- ગુજરાત સરકારની હાલત એક સાંધે ત્યાં તેર તુટે એવી છે
- ડેન્ટલ કોલેજના ડીન, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપવામા આવ્યુ.
- ૭મી બાદ તમામ લેબોરેટરી આસિસ્ટન્ટ અને ટેકનિશિયન્સ હડતાળ પર ઉતરશે.
સમયસૂચકતાના અભાવ અને બેદરકારીને લીધે કોરોનામાં દર્દીઓ અને તેમના પરિવારજનોનો રોષ ભોગવી રહેલી રાજ્ય સરકાર પહેલેથી અનેક સમસ્યાઓ વચ્ચે ઘેરાઈ છે અને કોરોનાના હાલના કપરા સમયમાં સરકારની હાલત એક સાંધે ત્યાં તેર તુટે એવી થઈ છે.કારણકે સમજાવટ બાદ માંડ તબીબી શિક્ષકો-ડોક્ટરોએ આંદોલન પડતુ મુકી હડતાળ પાછી ખેંચી છે ત્યાં હવે લેબોરેટરીમાં કામ કરતા કર્મચારીઓએ આંદોલન શરૃ કર્યુ છે.
રાજ્યની સરકારી મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં ૪૫૦થી વધુ લેબ ટેકનિશિયન અને લેબ આસિસન્ટ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી કાયમી ન થતા સરકારનો વિરોધ કરી રહ્યા છે.
વર્ગ-૩ના આ કર્મચારીઓની ૨૦૧૩મા સીધી ભરતીથી નિમણૂંક કરવામા આવી હતી અને પાંચ વર્ષ બાદ કાયમી કરવાનો નિયમ છતાં હજ સુધી તેઓને કાયમી કરવામા આવ્યા નથી. લેબોરેટરી આસિસન્ટ અને ટેકનિશિયન્સની ફરિયાદ છે કે અનેકવાર રજૂઆતો અને વિરોધ છતાં પણ સરકાર તેઓનું સાંભળતી નથી.કોરોનામાં છેલ્લા એક વર્ષથી વિવિધ પ્રકારના ટેસ્ટિંગમાં દિવસ-રાત ખડે પગે લેબ ટેકનિશિયન્સ અને લેબ આસિસન્ટટન્સ સેવા આપી રહ્યા છે.તેમાં છતાં તેઓને તેમનો હક પણ આપવામા આવતો નથી.
લેબ આસિસ્ટન્ટ અને લેબ ટેકનિશિયન્સ દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શન.
જો કોરોનામાં કોઈ કર્મચારી મૃત્યુ પામે તો તેઓ કાયમી ન ઓર્ડર હજુ સુધી ન મળ્યો હોવાથી કોઈ લાભ મળતો નથી.સરકાર જુનિયર ડોક્ટરોથી માંડી સીનિયર ડોક્ટરો, નર્સ સ્ટાફ સહિતના તમામ મેડિકલ સ્ટાફની માંગણીઓ પુરી કરે છે તો પછી લેબ ટેકનિશિયન્સ અને લેબ આસિસ્ટન્ટની કેમ નહી? આજે બી.જે.મેડિકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં લેબ આસિસ્ટન્ટ અને લેબ ટેકનિશિયન્સ દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ.
લેબોરેટરી આસિસન્ટ અને ટેકનિશિયન્સની ફરિયાદ છે કે અનેકવાર રજૂઆતો અને વિરોધ છતાં પણ સરકાર તેઓનું સાંભળતી નથી.કોરોનામાં છેલ્લા એક વર્ષથી વિવિધ પ્રકારના ટેસ્ટિંગમાં દિવસ-રાત ખડે પગે લેબ ટેકનિશિયન્સ અને લેબ આસિસન્ટટન્સ સેવા આપી રહ્યા છે. તેમાં છતાં તેઓને તેમનો હક પણ આપવામા આવતો નથી.જો કોરોનામાં કોઈ કર્મચારી મૃત્યુ પામે તો તેઓ કાયમી ન ઓર્ડર હજુ સુધી ન મળ્યો હોવાથી કોઈ લાભ મળતો નથી.
બી.જે.મેડિકલ કોલેજના ડીન તેમજ ડેન્ટલ કોલેજના ડીન, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ અને જો દસ દિવસમાં તેઓ માટે કોઈ નિર્ણય સરકાર નહી લે અને કાયમીના ઓર્ડર નહી કરે તો ૧૭મી બાદ તમામ લેબોરેટરી આસિસ્ટન્ટ અને ટેકનિશિયન્સ હડતાળ પર ઉતરશે તેવી પણ ચીમકી આપવામા આવી છે.