Abhayam News
AbhayamSports

જુઓ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું શેડ્યૂલ

Check the schedule of Indian team in T20 World Cup

જુઓ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું શેડ્યૂલ India vs Pakistan in T20 World Cup 2024: વર્ષ 2024નું આગમન થઈ ગયું છે. દેશ અને દુનિયાના તમામ લોકોએ પોતપોતાની રીતે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. એવામાં હવે ભારતીય ક્રિકેટ ટીમે પણ નવા વર્ષની સફર શરૂ કરી દીધી છે. ભારતીય ટીમ માટે આ વર્ષે ICC ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે.

Check the schedule of Indian team in T20 World Cup

ટૂંક સમયમાં જાહેર કરાશે શેડ્યૂલ

આ વર્ષે ICC T20 વર્લ્ડ કપ 2024 જૂનમાં રમાશે. આ માટેનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરંતુ સૂત્રો દ્વારા ભારતીય ટીમના શેડ્યૂલનો ખુલાસો થયો છે. જે મુજબ ભારતીય ટીમની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમાવાની છે.

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે મેચ!

જ્યારે બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે રમાશે. ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે થશે. આ ત્રણેય મેચ ન્યૂયોર્કમાં રમાશે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. જોકે, છેલ્લી ઘડીએ વર્લ્ડ કપના શેડ્યૂલમાં પણ ફેરફાર થઈ શકે છે.જુઓ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું શેડ્યૂલ

ભારતીય ટીમનું શેડ્યૂલ

5 જૂન – ભારત VS આયર્લેન્ડ, ન્યૂ યોર્ક
9 જૂન – ભારત VS પાકિસ્તાન, ન્યૂ યોર્ક
12 જૂન – ભારત VS અમેરિકા, ન્યૂ યોર્ક
15 જૂન – ભારત VS કેનેડા, ફ્લોરિડા
20 જૂન – ભારત VS સી-1 (ન્યૂઝીલેન્ડ) બાર્બાડોસ
22 જૂન- ભારત VS શ્રીલંકા, એન્ટિગુઆ
24 જૂન – ભારત VS ઓસ્ટ્રેલિયા, સેન્ટ લુસિયા
જૂન 26 – પ્રથમ સેમી ફાઈનલ, ગયાના
28 જૂન – બીજી સેમી ફાઈનલ, ત્રિનિદાદ
29 જૂન – ફાઇનલ, બાર્બાડોસ

T20 વર્લ્ડ કપ 2024નું ફોર્મેટ આવું હશે

આગામી T20 વર્લ્ડ કપ 4 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે. 20 ટીમોની આ ટુર્નામેન્ટ કુલ નોકઆઉટ સહિત કુલ 3 તબક્કામાં રમાશે. તમામ 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-8માં એન્ટ્રી કરશે. આ પછી તમામ 8 ટીમોને 4-4ના 2 ગ્રુપોમાં વહેંચવામાં આવશે. સુપર-8 સ્ટેજમાં બંને ગ્રુપથની બે-બે ટીમો સેમી ફાઈઇનલમાં એન્ટ્રી કરશે. બે ટીમો બે સેમી ફાઈનલ મેચ દ્વારા ફાઈનલમાં પ્રવેશ કરશે. એટલે કે આગામી ટી20 વર્લ્ડ કપ અગાઉના ટી20 વર્લ્ડ કપથી તદ્દન અલગ હશે અને તેમાં ક્વોલિફાઈંગ રાઉન્ડ રમાશે નહીં અને સુપર-12 સ્ટેજ પણ હશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગુજરાત:- આ શહેરમાં ઓક્સિજન ન મળતાં સિવિલ હોસ્પિટલમાં પાંચ થી વધુ દર્દીઓના મૃત્યુ…

Abhayam

 અજય તોમરે કહ્યું, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

Vivek Radadiya

શા માટે ચેટજીપીટીએ સેમ ઓલ્ટમેને હટાવ્યા

Vivek Radadiya

1 comment

Comments are closed.