Abhayam News
AbhayamGujarat

આણંદ જિલ્લામાં દેશી દારૂનું બેફામ વેચાણ 

Rampant sale of country liquor in Anand district

આણંદ જિલ્લામાં દેશી દારૂનું બેફામ વેચાણ  Anand News : આણંદ જિલ્લામાં બાળકો દ્વારા દેશી દારૂનું વેચાણ કરાતું હોવાનો વીડિયો સામે આવતાં ખળભળાટ મચ્યો છે. રાજ્યમાં દારૂબંધી અને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગેની ચર્ચા વચ્ચે હવે સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ એક વિડીયોઓ ભારે ચકચાર મચાવી છે. વિગતો મુજબ આણંદ જિલ્લામાં બાળકો દ્વારા દેશી દારૂનું વેચાણ અને મહિલા દ્વારા દેશી દારૂના પેકિંગનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. પરંતુ આ વિડીયોને લઈ હાલ અનેક સવાલો ઊભા થઈ રહે છે. 

Rampant sale of country liquor in Anand district

આણંદ જિલ્લામાં દેશી દારૂનું બેફામ વેચાણ 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે હવે આણંદનો એક વિડીયો સામે આવ્યો છે. આણંદમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂને લઇને અનેક વખત ફરિયાદો ઉઠી છે ત્યારે હવે મહિલા દ્વારા દેશી દારૂનું પેકિંગ કરવાની અને બાળક દ્વારા દારૂની ડિલીવરી કરાવવાનો વીડિયો સામે આવ્યો છે. એક ચર્ચા મુજબ આ વીડિયો આણંદના બોરસદના ગાજણા ગામનો હોવાનું કહેવાય છે. જ્યાં દારૂના ખુલ્લેઆમ વેપલાનો પર્દાફાશ થયો છે. જોકે VTV ન્યૂઝ આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતું નથી.

નાના બાળકો પાસે દેશી દારૂની ડિલિવરી 
આ વિડીયોને આધારે સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે, આ વિડીયોમાં નાના બાળક પાસે દેશી દારૂની ડિલીવરી કરાવાઇ રહી છે. આ સાથે દારૂ લેવા આવતા અને મંગાવતા ગ્રાહકોને બાળક દેશી દારૂની પોટલી આપતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. નોંધનિય છે કે, રાજ્યમાં છાશવારે કેમિકલ કાંડ અને લઠ્ઠાકાંડના બનાવો સામે આવવાની વચ્ચે આણંદમાં  પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહેલા ખુલ્લેઆમ દેશી દારૂની ડિલિવરી માટે બાળકોનો ઉપયોગ કરનાર લોકો સામે કાર્યવાહીની માગ ઉઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સેમસંગના મોબાઈલ ફોન વાપરતા લોકો માટે ભારત સરકારે જાહેર કરી ચેતવણી

Vivek Radadiya

146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ખેલાડી

Vivek Radadiya

બોક્સ ઓફિસ પર બ્રહ્માસ્ત્રની ધૂંઆધાર બેટિંગ,પાંચમાં દિવસે કર્યો 200 કરોડનો બિઝનેસ

Archita Kakadiya