Abhayam News
AbhayamGujarat

શું લોકસભા ચૂંટણી અગાઉ CAA લાગુ થશે? 

Will CAA be implemented before Lok Sabha elections?

શું લોકસભા ચૂંટણી અગાઉ CAA લાગુ થશે?  Citizenship Amendment Act: અધિકારીએ એ પણ જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં CAAના નિયમો જાહેર કરવા જઈ રહી છે.

શું લોકસભા ચૂંટણી અગાઉ CAA લાગુ થશે? 

Will CAA be implemented before Lok Sabha elections?

 નાગરિકતા સંશોધન કાયદો લોકસભા ચૂંટણી (2024) પહેલા લાગુ થઈ શકે છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘નાગરિકતા સંશોધન અધિનિયમ 2019’ના નિયમો લોકસભા ચૂંટણી પહેલા જ નોટિફાઇ કરી દેવામાં આવશે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને આ જાણકારી આપી હતી. અધિકારીએ એ પણ જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં CAAના નિયમો જાહેર કરવા જઈ રહી છે. એકવાર નિયમો જાહેર થયા પછી કાયદો લાગુ કરી શકાય છે, જેથી પાત્ર લોકોને ભારતીય નાગરિકતા આપી શકાય. ચાર વર્ષથી વધુ સમયના વિલંબ બાદ હવે CAAના અમલ માટે નિયમો જરૂરી છે.

નોટિફિકેશન ક્યારે બહાર પાડવામાં આવશે?

ચર્ચા દરમિયાન વરિષ્ઠ સરકારી અધિકારીને પૂછવામાં આવ્યું કે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી થવાની સંભાવના છે. શું તે પહેલાં CAAને નોટિફાઇ કરવામાં આવશે. આના જવાબમાં અધિકારીએ કહ્યું કે આ લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવશે.

Will CAA be implemented before Lok Sabha elections?

સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે

સરકારી અધિકારીએ વધુમાં કહ્યું કે નિયમોની સાથે ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. સરકારી અધિકારીએ કહ્યું કે અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માંગવામાં આવશે નહીં.

કાયદો 2019માં પસાર થયો હતો

વાસ્તવમાં આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા પ્રતાડિત બિન-મુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. CAAને ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. કાયદો પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા બાદ દેશના કેટલાક ભાગોમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા.

અમિત શાહે આપ્યું મોટું નિવેદન

તાજેતરમાં 27 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે CAAના અમલને કોઈ રોકી શકશે નહીં. આ દેશનો કાયદો છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

CAA લાગુ કરવા માટે ભાજપની પ્રતિબદ્ધતા

કોલકાતામાં પાર્ટીની બેઠકને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે CAA લાગુ કરવાની ભાજપની પ્રતિબદ્ધતા છે. વાસ્તવમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસી CAAનો વિરોધ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં CAA લાગુ કરવાનું વચન ભાજપનો મુખ્ય ચૂંટણી મુદ્દો હતો.

2020થી એક્સ્ટેંશન લેવામાં આવી રહ્યું છે

સંસદીય પ્રક્રિયાના નિયમો અનુસાર, કોઈપણ કાયદાના નિયમો રાષ્ટ્રપતિની સહમતિના 6 મહિનાની અંદર તૈયાર થવા જોઈએ. જો આમ ન થાય તો લોકસભા અને રાજ્યસભામાં ગૌણ વિધાન સમિતિઓ પાસેથી વિસ્તરણની માંગ કરવી જોઈએ. CAAના કિસ્સામાં 2020 થી ગૃહ મંત્રાલય નિયમો બનાવવા માટે નિયમિત સમયે સંસદીય સમિતિઓ પાસેથી એક્સ્ટેંશન લઈ રહ્યું છે.

આ સત્તાઓ 9 રાજ્યોમાં ડીએમને આપવામાં આવી હતી

છેલ્લા બે વર્ષમાં નવ રાજ્યોના 30 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ ભારતીય નાગરિકત્વ આપવા માટે સત્તા આપવામાં આવી છે.

આ રાજ્યોમાં નાગરિકતા આપવામાં આવી છે

2021-22ના ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ, 1 એપ્રિલ, 2021 થી 31 ડિસેમ્બર, 2021 સુધી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના આ બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોના કુલ 1,414 વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવેલ 9 રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જાણો:-CM વિજય રૂપાણીએ શાળા શરૂ કરવા બાબતે શું કહ્યું…

Abhayam

ગૌરવની વાત::ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ઓસ્કર 2023 માટે ભારતમાંથી પસંદગી,RRRને આપી માત

Archita Kakadiya

24 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો

Vivek Radadiya