Abhayam News
Abhayam

આજે મુંબઈમાં આઇરા ખાનના લગ્ન 

Ira Khan's wedding in Mumbai today

આજે મુંબઈમાં આઇરા ખાનના લગ્ન  આમિર ખાનની દીકરી આઇરા ખાન આજે પોતાના લોંગ ટર્મ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે જન્મોજન્મના બંધનમાં બંધાઈ જશે. મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં લગ્ન રાખવામાં આવ્યા છે. જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવૈ છે. આટલું જ નહીં 13મી જાન્યુઆરીએ જિયો વર્લ્ડ સેંટરમાં રિસેપ્શન પણ યોજાઇ શકે છે. 

Ira Khan's wedding in Mumbai today

લગ્નમાં ગિફ્ટ્સ ન લાવવા મહેમાનોને અપીલ 
આમિરની દીકરી આઇરાએ પોતાના લગ્નમાં મહેમાનોને ખાસ એક ખાસ અપીલ કરી છે. આઇરાએ મહેમાનોને અપીલ કરી છે કે તેઓ લગ્નમાં કોઈ ભેટ લઈને ન આવે, ગિફ્ટ્સ આપવાની જગ્યાએ પોતાના પૈસા NGOમાં દાનમાં આપે. આઇરા પોતે પણ એક NGO ચલાવે છે, જેનું નામ અગાતસૂ છે, આ NGO માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે કામ કરે છે. 

આજે મુંબઈમાં આઇરા ખાનના લગ્ન 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઇરા ખાન બે રિસેપ્શન આપવાની યોજના બનાવી રહી છે જેમાં એક દિલ્હીમાં તો બીજું ઉદયપુર થવા જયપુરમાં યોજાશે. આ સિવાય 13મી જાન્યુઆરીએ પણ એક ભવ્ય રિસેપ્શન થઈ શકે છે જેમાં મનોરંજન જગતની તમામ મોટી હસ્તીઓ મહેમાન બનશે. 

લોકડાઉનમાં નૂપુર સાથે થઈ હતી મુલાકાત 
આઇરા ખાન અને નૂપુરની મુલાકાત કોવિડ લોકડાઉન દરમિયાન વર્ષ 2020માં થઈ હતી. તે સમયે આઇરા ડિપ્રેશનથી પસાર થઈ રહી હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને બાદમાં પ્રેમ થઈ ગયો. નૂપુર બોલિવૂડની અનેક હસ્તીઓને ટ્રેનિંગ આપે છે અને સસરા આમિર ખાનનો પણ ફિટનેસ કોચ છે. 

Ira Khan's wedding in Mumbai today

સલમાન ખાનના ઘરે યોજાઇ મહેંદી 
આઇરાના લગ્ન પહેલા મહેંદીનું ફંક્શન સલમાન ખાનના ઘરે આયોજિત કરવામાં આવ્યું હતું. સમારંભમાં આમિર ખાન અને તેમના દીકરા જૂનૈદ સાદા કપડામાં જોવા મળ્યા હતા. આમિર ખાનની બંને પૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ પણ લાડકી દીકરીની મહેંદીમાં સામેલ થવા માટે સલમાન ખાનના ઘરે પહોંચી હતી. સલમાનના ગેલેક્સી એપાર્ટમેંટમાં આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આખું ઘર રોશની શણગારવામાં આવ્યું હતું. મંગળવારે જ બપોરે આઇરાની હલ્દીની વિધિ પૂર્ણ કરવામાં આઈ હતી. આમિર ખાનની એક્સ વાઈફ કિરણ રાવ અને રીના દત્તા અહીં મરાઠી આઉટફિટમાં આવી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જાણો એક કોરોના વોરીયર્સની કહાની:-બીજાના માતા-પિતાની સેવા કરી હું મારા માતા-પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માગું છું:

Abhayam

GPSCની 4 પ્રિલિમ પરીક્ષા મોકુફ રખાઇ 

Vivek Radadiya

જાણો કારણ:-મેક્સિકોના સમુદ્રની વચ્ચે અચાનક ભભૂકી ઉઠી આગ….

Abhayam