Abhayam News
AbhayamGujarat

લોકસભા ચૂંટણી જીતવા ગુજરાત ભાજપની 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક

Important meeting of Gujarat BJP on January 6 to win the Lok Sabha elections

લોકસભા ચૂંટણી જીતવા ગુજરાત ભાજપની 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક આગામી લોકસભા ચૂંટણીને લઇને દેશભરમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે

આગામી લોકસભા ચૂંટણીને લઇને દેશભરમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે, અને હવે આ અંતર્ગત ગુજરાતમાં ભાજપની લોકસભા ચૂંટણી માટે આગામી 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક યોજશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. 

લોકસભા ચૂંટણી જીતવા ગુજરાત ભાજપની 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક

લોકસભાની ચૂંટણી સંદર્ભે આગામી 6 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક મળવાની છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે. આ બેઠક ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રિ મંડળના સભ્યો પણ આ મહત્વની બેઠકમાં હાજર રહેશે. ગુજરાત ભાજપના અગ્રણી નેતા અને લોકસભા ચૂંટણી માટે બનાવેલી કમિટીના સભ્યો પણ આ બેઠકમાં હાજર રહેશે. ખાસ વાત છે કે, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રાજ્યના લોકોને ભગવાન રામના દર્શન કરાવવા માટે લઇ જવાનું ખાસ આયોજન પણ કરાશે. વિવિધ કમિટીની કામગીરી સંદર્ભે જીણવટભર્યુ આયોજન કરાશે, સરકારી યોજનાના લાભાર્થી અને એક-એક નાગરિક સુધી પહોંચવા ખાસ આયોજન કરાશે. આ મહત્વની બેઠક ગાંધીનગરના પથિકાશ્રમ, કમલમ અથવા મુખ્યમંત્રી નિવાસ્થાને મળી શકે છે. 

ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો 5 લાખની લીડથી જીતવા શું છે CR Patil નો માસ્ટર પ્લાન?

ગુજરાત લોકસભાની 26 બેઠકો જંગી બહુમતિ થી જીતવા ભાજપની રણનીતિ. ભાજપના વરિષ્ઠ આગેવાનો અને પૂર્વ મંત્રીઓને બેઠકોની સોંપાઈ જવાબદારી. કિસાન મોરચાના નેતા બાબુભાઇ જેબલીયાને મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી. ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકની જવાબદારી  કે સી પટેલને સોંપાઈ. કચ્છ, બનાસકાંઠા અને પાટણ બેઠકની જવાબદારી ધારાસભ્ય અમિત ઠાકરને અપાઈ. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ બેઠકની જવાબદારી. મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ  ડૉ. જ્યોતિબેન પંડ્યા ને બારડોલી, સુરત, વલસાડ અને નવસારીની જવાબદારી. પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ભાવનગર, જૂનાગઢ અને અમરેલી બેઠકની જવાબદારી. રાજકોટ, પોરબંદર અને જામનગર બેઠકની જવાબદારી પૂર્વ મંત્રી આર સી ફળદુ ને સોંપાઈ.

દાહોદ, ખેડા, પંચમહાલ અને આણંદ બેઠકની જવાબદારી સાંસદ નરહરિ અમીનને સોંપાઈ. આગામી 6 જાન્યુઆરીએ  મહત્વની બેઠક . થોડા દિવસ અગાઉ પ્રદેશ હોદ્દેદ્દારો ની બેઠક અને પ્રદેશ કારોબારીમાં થઇ હતી ચર્ચા. પ્રદેશ હોદ્દેદ્દારોની બેઠકમાં લેવાયો હતો નિર્ણય.

લોકસભાની ચૂંટણી માટે ભાજપે આઠ નેતાઓને સોંપી જવાબદારી, જાણો ક્યા નેતાને ક્યા જિલ્લાની સોંપાઇ જવાબદારી?

લોકસભા ચૂંટણી 2024ને લઇને ગુજરાત ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને 3 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.  પ્રદિપસિંહને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય અમિત ઠાકરને બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉપરાંત બાબુભાઈ જેબલીયાને મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર તો કે.સી.પટેલને ગાંધીનગર અને અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી હતી. તે સિવાય નરહરિભાઈ અમીનને આણંદ, ખેડા, પંચમહાલ,દાહોદ તો જ્યોતિબેન પંડ્યાને સુરત, નવસારી,બારડોલી, વલસાડની જવાબદારી સોંપવામાં આવી હતી. ભૂપેન્દ્ર ચુડાસમાને જૂનાગઢ,અમરેલી, ભાવનગર તો આર.સી.ફળદુને જામનગર,પોરબંદર,રાજકોટની જવાબદારી સોંપવામાં આવી હતી.

તે સિવાય લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનો વ્યાપ વધારવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અન્ય પક્ષના નારાજ નેતાઓને પક્ષમાં જોડવા માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે.  જેમાં નાયબ દંડક જગદીશ મકવાણા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અન્ય પક્ષના કયા નારાજ નેતાને સામેલ કરવા તે અંગે કમિટી અભિપ્રાય આપશે. પ્રદેશ અને જિલ્લા, મહાનગર સ્તર પર સરપંચ પદ પરથી ચૂંટણી લડેલા અન્ય પાર્ટીઓના કે અપક્ષ ઉમેદવારો, સમાજના અને વિવિધ ક્ષેત્રના આગેવાનોના નામોની યાદી તૈયાર કરીને મોટી સંખ્યામાં પક્ષમાં જોડવાનો કાર્યક્રમ યોજાશે. તો ડિસેમ્બરમાં એક જ અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને કૉંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલને રાજીનામું આપ્યુ તે સમયે ભરત બોઘરા રાજીનામા સમયે હાજર હતા. ત્યારે હવે એ જ ભરત બોઘરાને આ કમિટીનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

આજે અમિત શાહ વિધાનસભા ચૂંટણીના ભણકારા વચ્ચે ગુજરાતની મુલાકાતે, નવા-જુનીની એંધાણ?

Abhayam

જિયો ભારતમાં પ્લમના ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે

Vivek Radadiya

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો 

Vivek Radadiya