Abhayam News
AbhayamGujarat

નવા અકસ્માત કાયદાનો ટ્રકચાલકો દ્વારા વિરોધ 

Protest by truckers against new accident law

નવા અકસ્માત કાયદાનો ટ્રકચાલકો દ્વારા વિરોધ  Truck Drivers Protest : ભારતીય ન્યાય સંહિતાના હિટ એન્ડ રનના નવા નિયમ મુજબ જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ સિવાય તેણે દંડ પણ ભરવો પડશે. જેને લઈ ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાળની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર થઈ છે. આજે ગોધરા-લુણાવાડા હાઈવે પર અને શહેરા નજીક ટ્રકચાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું તો સુરતમાં ટ્રક ડ્રાઇવર્સની દેશવ્યાપી હડતાળ વચ્ચે સુરતમાં ડ્રાઇવરો ગુંડાગીરી પર ઉતરી આવ્યા અને ડ્રાઈવરોએ પીસીઆર વાનમાં તોડફોડ કરી પોલીસ જવાનો સાથે મારપીટ કરી હોવાનું સામે આવ્યું છે. 

નવા અકસ્માત કાયદાનો ટ્રકચાલકો દ્વારા વિરોધ 

આ તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકામાં કેન્દ્ર સરકારના નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં તમામ વાહનો રોડ સાઈડ પર ઊભા કરી સરકારના નવા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે અરવલ્લીમાં સરકારના નવા કાયદાનો વિરોધ કરવા ભિલોડા નગરમાં રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. આ સાથે અંબાજીમાં દાંતા તાલુકાના ભેમાલ ખાતે સરકારના કાયદાનો ડ્રાઇવરો દ્વારા વિરોધ કરાયો હતો. જેમાં દાંતા સતલાસણા હાઇવે પર સૂત્રોચ્ચાર કરી ડ્રાઇવરોએ વિરોધ નોંધાવ્યો હતો. 

સુરતમાં ડ્રાઇવરો ગુંડાગીરી પર ઉતરી આવ્યા
ટ્રક ડ્રાઇવર્સની દેશવ્યાપી હડતાળ વચ્ચે સુરતમાં ડ્રાઇવરો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ટ્રાન્સપોર્ટર્સની હડતાળ વચ્ચે સિટીબસ સેવા શરૂ થતાં ડ્રાઇવર્સ વિફર્યા હતા. જેમાં સિટીબસ સર્વિસ સેવા ચાલુ રાખવા માટે તંત્રએ 50 ટકા ડ્રાઇવર્સને મનાવી લીધા હતા, જેને પગલે સિટીબસ સર્વિસ શરૂ થઇ જતાં વિફરેલા ડ્રાઇવરોએ ડુમસ રોડ પર સિટીબસને રોકી હતી. જ્યાં વિવાદ થતાં પોલીસની પીસીઆર વાન પહોંચતા મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન ડ્રાઇવરોએ પીસીઆર વાનમાં તોડફોડ કરી પોલીસ જવાનો સાથે મારપીટ કરી હતી. પોલીસ જવાનોને ખેંચી માર મારવામાં આવતાં પોલીસ જવાન ઘાયલ થયા હતા.. આ તરફ ગુંડાગીરી પર ઉતરી આવેલા ડ્રાઇવર્સ આટલેથી ન અટકતાં તેમણે સિટીબસમાં પણ તોડફોડ કરી અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. 

ગોધરા-લુણાવાડા હાઈવે પર ટ્રકચાલકોનું ચક્કાજામ 
ભારતીય ન્યાય સંહિતાના નવા અકસ્માત કાયદાના વિરોધમાં ટ્રકચાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને નવા કાયદામાં બદલાવની ટ્રકચાલકો દ્વારા માંગ કરાઇ છે. આજે શહેરાના હોસેલાવ ચોકડી પાસે ટ્રકચાલકોએ ચક્કાજામ કર્યો અને સૂત્રોચ્ચાર કરી કાયદો અમલમાં ન મૂકવા માંગ કરી હતી. આ તરફ ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. 

તમામ વાહનો રોડ સાઈડ પર ઊભા કરી સરકારના નવા કાયદાનો વિરોધ
આ તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સરહદી થરાદ તાલુકામાં કેન્દ્ર સરકારના નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં તમામ વાહનો રોડ સાઈડ પર ઊભા કરી સરકારના નવા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે . થરાદમાં પેસેન્જર વાહન ચાલકોના વિરોધને લઇ મુસાફરો પરેશાન બન્યા છે. જોકે થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી સમજાવટના પ્રયાસ કર્યા હતા. આ તરફ હવે ડ્રાઈવરોની માંગ છે કે, તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકાર દ્વારા નવા કાયદાને પાછો ખેંચવામાં આવે. 

અરવલ્લી અને અંબાજીમાં સરકારના નવા કાયદાનો વિરોધ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત અરવલ્લી અને અંબાજીમાં પણ નવા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. આજે ભિલોડા નગરમાં રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો તો ડ્રાઇવરો દ્વારા ઇડર-શામળાજી રોડ પર જામ કરાયો હતો. આ તરફ અંબાજીમાં દાંતા તાલુકાના ભેમાલ ખાતે સરકારના કાયદાનો ડ્રાઇવરો દ્વારા વિરોધ કરાયો છે. દાંતા સતલાસણા હાઇવે પર ભેમાલ ક્વોરીમાં ચાલતા 500 જેટલા ડમ્પર ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. આ સાથે કાયદો રદ નહીં થાય ત્યાં સુધી ડમ્પર ન ચલાવવાની ચીમકી ઉચ્ચારાઈ છે. 

વડોદરામાં ટ્રક હડતાળની પેટ્રોલ ડીઝલ પંપ પર નહિવત્ અસર
વડોદરામાં પેટ્રોલ-ડીઝલ વહન કરતી ટ્રકોના હડતાળમાં નથી જોડાયા. વડોદરામાં પેટ્રોલ પંપ પર નિયમિત પુરવઠો આવી રહ્યો છે અને ઓઇલ કંપનીમાંથી નિયમિત ટેન્કરો આવી રહ્યા છે. જેથી વડોદરા શહેરમાં પેટ્રોલ પંપ પર કોઈ અસર નહી. 

ભારતીય ન્યાય સંહિતાના હિટ એન્ડ રન પર કરવામાં આવેલી નવી જોગવાઈનો હાલ ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ નવા નિયમ મુજબ જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ સિવાય તેણે દંડ પણ ભરવો પડશે. જેને લઈ ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાળની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર થઈ છે. વિગતો મુજબ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ છે તો વડોદરામાં ટ્રક ચાલકોની હડતાળને લઈ અનાજનો જથ્થો અટવાય તેવી વેપારીઓને ચિંતા છે. જોકે ટ્રક ચાલકોની હડતાળની સુરતમાં નહીવત અસર જોવા મળી છે. સુરતમાં પેટ્રોલ-ડીઝલનો પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ સામે આવ્યું છે. 

ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ છે. આ તરફ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે યાર્ડમાં ડુંગળી ન લાવવા સૂચના આપી હતી. જોકે હવે ડુંગળીની હરાજી ન થતા ખેડૂતો યાર્ડની ઓફિસે પહોંચ્યાં અને ડુંગળીની હરાજી ચાલુ કરવા યાર્ડના સેક્રેટરીને રજૂઆત કરી હતી. 

વડોદરામાં વેપારીઓ ચિંતિત
આ તરફ ટ્રક ચાલકોની હડતાળને લઈ વડોદરામાં અનાજનો જથ્થો અટવાય તેવી વેપારીઓને ચિંતા છે. હાલમાં માલ પુરતા પ્રમાણમાં ન મળે તો હાલાકી થઈ શકે છે. હાથી ખાના અનાજ માર્કેટ પ્રમુખ નિમેષ મહેતાએ કહ્યું કે, હાલમાં વડોદરામાં હડતાળની અસર નથી. જોકે દેશમાં જે રીતે ટ્રકની લાઈન છે, તે ચિંતાનો વિષય છે. તેમને કહ્યું કે, હડતાળ લાંબી ચાલે તો રાજ્ય બહારથી આવતુ અનાજ અટકી શકે છે. ખાદ્ય સામગ્રીમાં કેટલિક ચીજ વસ્તુઓ બહારથી આવે છે તેથી હડતાળના કારણે બહારથી આવતા અનાજને અસર થશે. જોકે તેમને કહ્યું કે, સરકાર હડતાળ મુદ્દે વિચારણા કરે તેવી આશા છે. 

સુરતમાં હડતાળની નહીવત અસર
રાજ્ય સહિત દેશભરમાં ચાલતી ટ્રક ચાલકોની હડતાળની સુરતમાં નહીવત અસર જોવા મળી છે. વિગતો મુજબ ડિલરોમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો અટવાવાની ચિંતા છે. પણ રાહતની વાત એ છે કે, સુરતમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આજે પણ પેટ્રોલ ડીઝલના ટેન્કર પંપ ખાતે પહોંચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

રાકેશ ટિકૈત એ કહ્યું હવે એક જ શરત પર ખેડૂતો પાછા પડશે..

Abhayam

વડાપ્રધાન મોદી ફરી બન્યા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ

Vivek Radadiya

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સૌથી મોટી બિલ્ડીંગ નિર્માણ થશે

Vivek Radadiya