IPS મનોજ કુમાર શર્માની કે જેઓ પર બનેલી ફિલ્મ ‘12th Fail’ Dr. Manoj Kumar Sharma IPS Love Story: IPS મનોજ કુમાર શર્માએ જીવનની સામાન્ય જરૂરિયાતો માટે પણ ઘણો સંઘર્ષ કર્યો છે. તેમનો જન્મ 1977માં મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં સ્થિત એક નાનકડા ગામ બિલગાંવમાં થયો હતો. તેના પિતા કૃષિ વિભાગમાં નોકરી કરતા હતા. મનોજકુમાર શર્માના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી. તેમને અભ્યાસમાં રસ ન હતો અને તેઓ પોલીસ અધિકારીની પ્રતિભા જોઈને પ્રભાવિત થયા હતા અને તેનાથી સફળતાની સીડી ચઢવામાં તેમના દિમાગમાં મહત્વની છાપ છોડી હતી.
Dr Manoj Kumar Sharma IPS Biography: મનોજ કુમાર શર્મા 9મા અને 10મા થર્ડ ડિવિઝન સાથે પાસ થયા હતા. તે કોઈક રીતે ધોરણ 11 પાસ કરવામાં પણ સક્ષમ થયા હતા. પછી 12માં ધોરણમાં તેને શિક્ષણ અને કરિયરનું મૂલ્ય સમજાયું. પરંતુ 12માની બોર્ડની પરીક્ષામાં પણ મનોજ હિન્દી સિવાય અન્ય તમામ વિષયોમાં નાપાસ થયા હતા. વિધુ વિનોદ ચોપરાએ તેમના જીવન અને સંઘર્ષ પર ફિલ્મ '12મી ફેલ' બનાવી છે. આ મુજબ મનોજ જ્યારે 12મામાં હતા ત્યારે એક અધિકારી સ્કૂલોમાં થતી છેતરપિંડી સામે કડક બન્યા હતા.
IPS મનોજ કુમાર શર્માની કે જેઓ પર બનેલી ફિલ્મ ‘12th Fail’
12th Fail Movie: મનોજ કુમાર શર્માને ત્યારે સમજાયું કે શિક્ષકો અને આચાર્યથી ઉપર કોઈ છે. પછી તેમણે નક્કી કર્યું કે તેઓ મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરીને અધિકારી બનશે. હું 12મું પાસ કરીને ગ્વાલિયર આવ્યો ત્યારે મને ખબર પડી કે IPS કેટલા ઊંચા હોદ્દા પર બેઠા હોય છે. મનોજ કુમારને ખ્યાલ આવ્યો કે આ માટે તેમને UPSC પરીક્ષા પાસ કરવી પડશે. તેઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરવા માટે દિલ્હી આવ્યા હતા. ફિલ્મમાં તેમણે જે સંઘર્ષ કર્યો છે તેને તથા તેમની પ્રેમ કહાનીનું વર્ણન કરવામાં આવ્યું છે.
Motivational Story of IPS Manoj Kumar Sharma: મનોજ કુમાર શર્મા માટે દિલ્હીમાં સંઘર્ષ કરવો સરળ નહતો. ફી ચૂકવવા અને ટકી રહેવા માટે, તેણે મજૂરી કરવી પડી અને ફૂટપાથ પર સૂઈ સૂવું પડ્યું હતું, તેમણે લાયબ્રેરીમાં કામ કર્યું અને શ્રીમંતોના કૂતરા પણ ફરાવ્યા. UPSC કોચિંગ કરતી વખતે તેમની મુલાકા ઉત્તરાખંડની રહેવાસી શ્રદ્ધા જોશી સાથે થઈ હતી અને તેઓ શ્રદ્ધાના પ્રેમમાં પડી ગયા હતા. મનોજ શર્માએ તેમના 3 પ્રયાસોમાં નિષ્ફળ થયા હતા, જ્યારે શ્રદ્ધાએ પીસીએસની પરીક્ષા પાસ કરી હતી અને ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા.
Manoj Kumar Sharma IPS Love Story: શ્રદ્ધા જોશીના પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધ હતા. શ્રદ્ધા પણ સમજી ગઈ હતી કે મનોજને આગળ લઈ જવા માટે તેણે એક મોટી ચેલેન્જ આપવી પડશે. પછી મનોજે શ્રદ્ધાને કહ્યું કે જો તે પ્રેમનો સ્વિકાર કરે તો તે દુનિયા બદલી નાખશે.. અને એવું જ થયું. શ્રદ્ધાએ મનોજને પણ હું તને પ્રેમ કરું છું તેમ કહ્યું અને મનોજે તેના ચોથા પ્રયાસમાં 121મા રેન્ક સાથે UPSC પરીક્ષા પાસ કરી. 2007માં શ્રદ્ધા જોશી પણ UPSC પરીક્ષા પાસ કરીને IRS ઓફિસર બન્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે