Abhayam News
AbhayamGujarat

ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની રેકોર્ડ બ્રેક આવક

Record breaking chilli revenue at Gondal market yard

ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની રેકોર્ડ બ્રેક આવક ખેડૂતોની રજુઆતનાં પગલે માર્કેટ યાર્ડ સત્તાધીશોએ રજિસ્ટ્રેશન પ્રથા નાબૂદ કરતા મરચાની અઢળક આવક થઈ છે.

Record breaking chilli revenue at Gondal market yard

ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની રેકોર્ડ બ્રેક આવક

રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં ઈતિહાસમાં પ્રથમ વખત મરચાની રેકોર્ડ બ્રેક અઢળક આવક થઈ છે. લાલ ચટાકેદાર મરચાની ગગડતી બજાર વચ્ચે માર્કેટ યાર્ડમાં મરચાની 1 લાખ ભારીની આવક છે. યાર્ડમાં મરચાની આવક નોંધાઈ તે પહેલા યાર્ડ બહાર મરચા ભરેલા 2000 વાહનોની 6 થી 7 કી.મી.ની લાઈન જોવા મળી હતી. ખેડૂતોની રજુઆતનાં પગલે માર્કેટ યાર્ડ સત્તાધીશોએ રજિસ્ટ્રેશન પ્રથા નાબૂદ કરતા મરચાની અઢળક આવક થઈ છે.

Record breaking chilli revenue at Gondal market yard

મરચાની અઢળક આવકને કારણે માર્કેટ યાર્ડનું મરચાનું ગ્રાઉન્ડ ટૂકું પડ્યું હતું. શનિવારનાં રોજ હરાજીમાં મરચાના 20 કિલોના ભાવ રૂપિયા 1000/-થી 4300/-સુધીના બોલાયા હતા. આજથી ત્રણ દિવસની ટ્રક હડતાલને પગલે માર્કેટ યાર્ડમાં મરચાની હરાજી બંધ રહેશે. અન્ય રાજ્યોમાં મરચાની માંગ ન જોવા મળતા મરચાના ભાવમાં રૂપિયા 800/-નું ગાબડું પડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

Success Story::ફક્ત 19 વર્ષમાં જે ઉંમરે બીજા કોલેજ જવાનું સપનું જોતા હોય છે, 1000 કરોડના માલિક બન્યા બે યુવાનો

Archita Kakadiya

સુરત મહાનગરપાલિકાની બેદરકારી

Vivek Radadiya

આગામી IPLમાં ધોની રમશે કે નહીં?

Vivek Radadiya