Abhayam News
AbhayamGujarat

છેલ્લા 24 કલાકમાં 7ના મોત

7 deaths in last 24 hours

છેલ્લા 24 કલાકમાં 7ના મોત ભારત સહિત વિશ્વભરમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના કેસમાં ધરખમ વધારો થતા ફરી દેશમાં ચિંતાની લહેર પ્રસરી છે. વર્ષ 2023ના અંતમાં માત્ર થોડા જ કલાકો બાકી છે, પરંતુ દેશમાં કોરોના ધીમો પડી રહ્યો નથી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 743 નવા કેસ નોંધાયા છે.એક દિવસ પહેલા દેશમાં 797 નવા કેસ નોંધાયા હતા. જોકે, એક દિવસ બાદ દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જો કે, મૃત્યુઆંક આગલા દિવસની સરખામણીએ વધ્યો છે.

7 deaths in last 24 hours

છેલ્લા 24 કલાકમાં 7ના મોત

શુક્રવારે કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે આજે સાત લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે 28 ડિસેમ્બર સુધી દેશમાં કોવિડ-19ના સબ-વેરિયન્ટ JN.1ના કુલ 145 કેસ નોંધાયા છે. કેરળમાં COVID-19 ના JN.1 પ્રકારનો પ્રથમ કેસ નોંધાયો હતો. તેને ધ્યાનમાં રાખીને દેશભરમાં એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

દેશમાં 743 નવા કેસ નોંધાયા છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 743 નવા કેસ નોંધાયા છે. દેશમાં એકિટવ કેસની સંખ્યા વધીને 3,997 થઈ ગઈ છે.

24 કલાકમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન સાત લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કારણે કેરળમાં ત્રણ, કર્ણાટકમાં બે અને છત્તીસગઢ અને તમિલનાડુમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.

અત્યાર સુધીમાં ઘણા કેસ મળી આવ્યા 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, વર્ષ 2020થી અત્યાર સુધીમાં દેશમાં 4 કરોડ 50 લાખ 12 હજાર 484 કેસ નોંધાયા છે. આ સિવાય દેશમાં કોવિડ-19ના કેસને કારણે મૃત્યુઆંક વધીને 5,33,358 થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

AAPના ધારાસભ્ય પદેથી વધુ બે ધારાસભ્યો રાજીનામા આપે તેવી અટકળો

Vivek Radadiya

માવઠાની આગાહી પર રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલનું ચોંકાવનારુ નિવેદન

Vivek Radadiya

ચક્રવાત ‘મિચોંગ’એ મચાવી  તબાહી 

Vivek Radadiya