Abhayam News
AbhayamAhmedabad

હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારીએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું. 

Hashim Ansari's son Iqbal Ansari also welcomed the Prime Minister.

હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારીએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યામાં છે અને આજે એમને અહીં અઢળક ભેટો આપી છે. સાથે જ એમના સ્વાગત માટે આખી અયોધ્યા આવી પંહોચી હતી. અયોધ્યા ધામ રેલવે જંક્શન પર એમના સ્વાગત માટે ઘણી ભીડ એકઠી થઈ હતી. 

હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારીએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું. 

બાદમાં જ્યારે રોડ શો માટે પીએમ પંહોચ્યાં તો ત્યારે પણ રસ્તાની બંને બાજુથી એમના પર ફૂલોનો વરસાદ થઈ રહ્યો હતો. આ દરમિયાન એક એવા વ્યક્તિએ વડાપ્રધાન પર ગુલાબની પાંખડીઓ પણ વરસાવી હતી જેમના પરિવારે બાબરી મસ્જિદ માટે લાંબી કાનૂની લડાઈ લડી હતી. 

બાબરી મસ્જિદના સમર્થક ઈકબાલ અંસારી પણ અયોધ્યાવાસીઓની ભીડમાં રસ્તાના કિનારે ઉભા હતા જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે તલપાપડ હતા. કાફલો અન્સારી પાસે પહોંચ્યો કે તરત જ તેણે પીએમ મોદી તરફ ગુલાબની પાંખડીઓ વરસાવી હતી. 

બાબરી કેસના પક્ષકાર હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારી પીએમ મોદી પર ગુલાબના ફૂલ વરસાવતા જોવા મળ્યા ત્યારે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

મહેસાણામાં રૂ.4778 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ 

Vivek Radadiya

રૂપાણી સરકારનો મોટો નિર્ણય : ધો.10 અને 12 ની પરીક્ષા મોકૂફ, ધો.1 થી 9 અને 11 માં માસ પ્રમોશન…

Kuldip Sheldaiya

મરાઠા અનામત આંદોલનને લઇને પોલીસ એક્શનમાં

Vivek Radadiya

1 comment

Comments are closed.