અજય તોમરે કહ્યું, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો . સુરત શહેરમાં અલગ અલગ સ્થળો પર 31 ડિસેમ્બરનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો . સુરત શહેરમાં અલગ અલગ સ્થળો પર 31 ડિસેમ્બરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરત પોલીસે પણ તૈયારી કરી છે.31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવશે. ખાસ કરીને દારૂડિયાઓ માટે આ વખતે ખાસ ડ્રાય કરવામાં આવનાર છે.ઉપરાંત આયોજન સ્થળો પર પોલીસ સાદા ડ્રેસ માં અને ડ્રોન થી બાજ નજર રાખશે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.વિગતો આપતા પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ઠેર-ઠેર ચેકીંગ પોઇન્ટ બનાવામાં આવ્યા છે. દારૂ પીને નિકળેલા લોકો પર પોલીસ કાર્યવાહી કરશે. બ્રેથ એનેલાઇઝર સાથે આલ્કોહોલ અને ડ્રગ્સ પીધેલાને પણ પકડવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.સુરત શહેરમાં દારૂના સેવન સાથે યુવાનોમાં ડ્રગ્સનું ચલણ પણ વધ્યું ત્યારે ખાસ પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ માં વોચ રાખવામાં આવશે.
આગામી 31મી ડિસેમ્બરને લઈ શહેરમાં પોલીસ સુરક્ષા-બંદોબસ્તની તૈયારી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર અજય તોમર જણાવ્યું છે કે બે દિવસ પછી નવા વર્ષની સ્વાગતની તૈયારી સુરતના લોકો કરશે ત્યારે ઉજવણીના માહોલ દરમ્યાન કેટલાક ગેરલાભ ઉઠાવે છે. પોલીસ કમિશનરે સૂચન કર્યું હતું કે ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ.આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થાઓ ઉભી કરી છે. ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાનું કેટલાક યુવાનો માનતા હોય છે,જેને લઈ આજથી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરાશે. 200 બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરી નશો કરેલા લોકોને ઝડપી પાડવા ઉપયોગ કરાશે. પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે તેમજ પોલીસ દ્વારા કેટલાક રૂટ ડાયવર્ટ પણ રાખવામાં આવ્યા છે.
સુરત પોલીસ દ્વારા કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયુ છે.પ્રોહીબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો પર ખાસ કાર્યવાહી કરવામાં આવી છે. 700 જેટલા કેસો કરી 81 લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો છે.જેમાં 36 લાખથી વધુનો દારૂનો જથ્થો કબ્જે કરાયો છે.
પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ક્યાં વિસ્તારમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે,તેના પર નજર રાખવા સીસીટીવી અને ડ્રોનની મદદ લેવામાં આવશે. છેડતી જેવા બનાવો અટકાવવા અજાણ્યા વ્યક્તિઓ જોડે હરવા-ફરવાનું લોકો ટાળવુ જોઈએ. ડ્રન્ક એન્ડ ડ્રાઇવની ઝુંબેશ ચાલું છે, પ્રતિદિવસ 40-50 કેસો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓની સુરક્ષા માટે ખાસ ‘સી’ટીમ તૈનાત રહેશે. 4 હજાર પોલીસ જવાનો 4 એસઆરપી કંપની 965 હોમગાર્ડના જવાનો 510 ટીઆરબી જવાનો કામગીરી કરશે.
અત્યાર સુધી 1001 અસામાજિક તત્વો અને માથાભારે સહિત અલગ-અલગ ગંભીર પ્રકારમાં ગુનામાં સંડોવાયેલ લોકોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે. આજદિન સુધી સુરતના ઇતિહાસમાં પાસાની આટલી મોટી કાર્યવાહી થઈ નથી. ઓપરેશન ફરાર અંતર્ગત ફરાર આરોપીઓને વીણી વીણીને ધરપકડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઓપરેશન ફરાર હેઠળ 368 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. 31ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસ સંપૂર્ણ તૈયાર ડ્રગ્સ ડિટેકટ કીટનો મહતમ ઉપયોગ કરવામાં આવશે. ડ્રગ્સનું સેવન કરનારા લોકોને ઝડપી પાડવા ખાસ ડ્રગ્સ ડિટેકટ કિટનો ઉપયોગ કરવામાં આવશે. તમામ પોઇન્ટ પર પોલીસ દ્વારા ડ્રગસ ડિટેકટ કિટનો ઉપયોગ કરવામાં આવશે.
સુરતના ડુમસ, વેસુ સહિત આઠ સ્થળો પર પાર્ટીની ઉજવણી અંગેની પરવાનગી આપવામાં આવી છે જેના પર પોલીસની બાઝ નજર રહેશે હોટેલ,રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસના 25 હજાર જેટલા સીસીટીવી કેમેરા ખાસ એપ સાથે ઇન્ટ્રીગેટેડ કરવામાં આવ્યા છે,જેના થકી બાઝ નજર રાખવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે