Abhayam News
AbhayamGujaratNews

શ્રેષ્ઠીઓના મુદ્દે સમાજ વહેંચાયેલો હોય તેવું ચિત્ર

A picture of a society divided on the issue of superiority

શ્રેષ્ઠીઓના મુદ્દે સમાજ વહેંચાયેલો હોય તેવું ચિત્ર મોરબી નકલી ટોલનાકા કેસમાં આરોપી છે જેરામ પટેલનો દીકરો
મોરબી પુલ હોનારત થાય છે, 135થી વધુ જીંદગીઓ હતી ન હતી થઈ જાય છે. આરોપી જયસુખ પટેલની બેદરકારીનો સ્વીકાર ખુદ SIT કરે છે પણ સમાજના જ કેટલાક શ્રેષ્ઠીઓ આગળ આવે છે અને કહે છે કે આમા માત્ર જયસુખ પટેલ નહીં બીજા પણ જવાબદાર છે, જયસુખ પટેલે જે ભૂલ કરી તેની સજા તેના સંતાનો શા માટે ભોગવે, તેને જામીન મળવા જોઈએ કારણ કે તે એક પિતા છે અને પોતાના સંતાનો સાથે તેને દિવાળી વિતાવવાનો હક છે એ પ્રકારની વાતો થવા લાગે. તાજો દાખલો જેરામ પટેલનો છે કે જેના દીકરાનું નામ મોરબી નકલી ટોલનાકા કેસમાં આરોપી તરીકે છે.

સમાજ એકી સ્વરે કેમ ન બોલી શકે?

શ્રેષ્ઠીઓના મુદ્દે સમાજ વહેંચાયેલો હોય તેવું ચિત્ર

એવી માંગ ઉઠે છે કે નૈતિક આધારે જેરામ પટેલે ઉમિયાધામ સીદસરના પ્રમુખ તરીકે રાજીનામું આપી દેવું જોઈએ તો લાલજી પટેલ જેવા સમાજ અગ્રણી એવું કહે છે કે દીકરાની ભૂલની સજા પિતા શા માટે ભોગવે. સવાલ એટલો જ છે કે નૈતિકતાના માપદંડમાં સમાજ વહેંચાયેલો કેમ રહે, જેરામ પટેલે નૈતિક ધોરણે રાજીનામું આપવું જોઈએ એવું ચોખ્ખા શબ્દોમાં બધા એકસૂરે કેમ ન બોલે, જયસુખ પટેલને જામીન ન જ મળવા જોઈએ એવું સમાજ એકી સ્વરે કેમ ન બોલી શકે?


 આજની ચર્ચા કેમ?

  • નીતિમત્તાના મુદ્દે સમાજમાં માપદંડ બદલાયા
  • પાટીદાર સમાજના નીતિમત્તા મુદ્દે અલગ માપદંડ
  • શ્રેષ્ઠીઓના મુદ્દે સમાજ વહેંચાયેલો હોય તેવું ચિત્ર
  • શ્રેષ્ઠીઓએ કે તેના સંતાનોએ ખોટું કર્યું હોય છતા તેનું સમર્થન
  • દલીલો આગળ ધરીને ખોટું કરનારનું સમર્થન
  • સાચા-ખોટાની પરખમાં સમાજ એકમત કેમ નથી

સમાજ સામસામે કેમ?

  • મોરબી નકલી ટોલનાકા કેસમાં જેરામ પટેલનો દીકરો આરોપી
  • મનોજ પનારા સહિતના પાટીદારોએ જેરામ પટેલનું રાજીનામું માંગ્યું
  • સીદસર ઉમિયાધામના પ્રમુખપદેથી જેરામ પટેલનું રાજીનામું માંગ્યું
  • જેરામ પટેલના રાજીનામાનો લાલજી પટેલે વિરોધ કર્યો
  • લાલજી પટેલે તર્ક આપ્યો કે દીકરાની ભૂલની સજા પિતાને ન મળે

સિક્કાની આ બાજુ પણ જોવી જરૂરી

  • તાજેતરમાં નેતા અને પાટીદાર અગ્રણી મનહર પટેલનો પત્ર સામે આવ્યો હતો
  • મનહર પટેલે પાટીદાર સમાજની સંસ્થાઓને સંબોધીને પત્ર લખ્યો હતો
  • પત્રમાં અવળા માર્ગે જતા પાટીદાર યુવાનોની સંખ્યા વધી હોવાનો હતો ઉલ્લેખ
  • બીજી તરફ પાટીદાર સમાજમાં ખોટું કરનારને સમર્થન અને વિરોધ એમ બે મત
  • પાટીદાર સમાજમાં ગુનાહિત માનસિકતા ધરાવનારની સંખ્યા વધી
  • બીજી તરફ ગુનાને આડકતરી રીતે છાવરનારાનો એક વર્ગ જુદો પડ્યો
  • બંને બાજુ સમાજના ઉત્થાનને અવરોધરૂપ બનનારી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ પર દરોડા

Vivek Radadiya

Surat: ભાજપના પૂર્વ કોર્પોરેટરની કરામત

Vivek Radadiya

નક્સલીઓનું એન્કાઉન્ટર:ગઢચિરોલીમાં C-60 કમાન્ડો અને નક્સલી વચ્ચે ફાયરિંગ….

Abhayam