Abhayam News
Abhayam

વિવેક બિન્દ્રા પર પત્નીને મારવાનો કેસ

Vivek Bindra wife beating case

વિવેક બિન્દ્રા પર પત્નીને મારવાનો કેસ ઈન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિરૂદ્ધ પત્નીએ મારપીટનો કેસ દાખલ કર્યો છે. વિવેક બિન્દ્રા યૂટયૂબર સાથે સાથે એક મોટા બિઝનેસમેન પણ છે. ૬ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ તેણે યાનિકા સાથે લગ્ન કર્યા હતા અને ૧૪ ડિસેમ્બરે જ તેના વિરૂદ્ધ કેસ દાખલ થયો. વિવેક બિન્દ્રા પર આરોપ છે કે તેણે પત્ની સાથે ખૂબ મારપીટ કરી. પોલિસનું કહેવુ છે કે તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે.

Vivek Bindra wife beating case

ડોક્ટર વિવેક બિન્દ્રા પોતાને બિઝનેસ ગુરુ જણાવે છે. તેની યૂટયૂબર પર ચેનલો છે અને તે લોકોને માર્કેટિંગ તેમજ બિઝનેસ શીખવે છે. વિવેક બિન્દ્રાના સાળા વૈભવે નોઈડાના સેક્ટર ૧૨૬ ક્ષેત્રમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તેની બહેનના લગ્ન ૬ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ લલિત માનગર હોટલમાં વિવેક બિન્દ્રા સાથે થયા હતા. તે નોઈડામાં સુપરનોવા વેસ્ટ રેસીડેંસી ૪૨૦૯ પ્લેટ સેક્ટર ૯૪માં રહે છે.

વિવેક બિન્દ્રા પર પત્નીને મારવાનો કેસ

વિવેકનો તેની પત્નીને મારતો એક વીડિયો પણ સામે આવ્યો છે. ફરિયાદમાં વિવેકના સાળાએ જણાવ્યુ કે ૭ ડિસેમ્બરના રોજ સવારે ૨.૩૦ થી ૩ વાગ્યાની વચ્ચે વિવેક બિન્દ્રા તેની માતા સાથે ઝઘડો કરી રહ્યો હતો. જ્યારે પત્ની યાનિકાએ આ બાબતે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિવેકે તેને રૂમમાં બંધ કરી દીધી અને ખરાબ રીતે માર માર્યો. આ સાથે દુર્વ્યવહાર પણ કર્યો.

Vivek Bindra wife beating case

હુમલાના કારણે યાનિકાને શરીરે ઈજા પણ થઈ, તેના કાનનો પડદો ફાટી ગયો, વાળ ખેંચવાના કારણે તેના માથા પર પણ ઘા છે. આ ઉપરાંત વિવેકે તેનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. ઘાયલ યાનિકાની દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં ઘણા દિવસો સુધી સારવાર ચાલુ રહી હતી. ત્યારે વિવેક બિન્દ્રા વિરૂદ્ધ નોંધાયેલ કેસ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઘણા લોકોએ નોઈડા પોલીસને આરોપીની ધરપકડ કરવાની માંગ શરૂ કરી હતી.

જણાવી દઈએ કે વિવેક બિન્દ્રાએ ૪૧ વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કર્યા હતા. મોટિવેશનલ સ્પીકર અને બિઝનેસ કોચ પર લગ્નના થોડા દિવસો પછી જ પત્ની પર હુમલો કરવાનો આરોપ છે. આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હજુ તો વિવેકનો પ્રથમ પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો છે અને આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

વીઝા કન્સલ્ટીંગ કૌભાંડ મુદ્દે તપાસ

Vivek Radadiya

અરવિંદ કેજરીવાલે કરી એક મહત્વની જાહેરાત જાણો શું કરી જાહેરાત..

Abhayam

એન્જેલો મેથ્યુસ ‘ટાઈમ આઉટ’

Vivek Radadiya