Abhayam News
Abhayam

MLA ચૈતર વસાવાને ન્યાય માટે આવેદન 

MLA Chaitar Vasawa pleads for justice

MLA ચૈતર વસાવાને ન્યાય માટે આવેદન  Bharuch Lok Sabha : લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર લેવલે કોંગ્રેસ અને આપ INDIA ગઠબંધનનો ભાગ છે. આ તરફ હવે ગુજરાતમાં પણ ભરૂચ લોકસભા સીટ પર આગમી દિવસોએ કોંગ્રેસ અને આપ ગઠબંધન કરે તો નવાઈ નહીં. વાત જાણે એમ છે કે, ડેડિયાપાડામાં કોંગ્રેસની આદિવાસી હુંકાર રેલીને AAPનો સાથ મળ્યો છે. કોંગ્રેસ દ્વારા આદિવાસીના હક અને MLA ચૈતર વસાવાને લઈને હુંકાર રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટીનો સાથ મળ્યો છે. 

MLA ચૈતર વસાવાને ન્યાય માટે આવેદન 

ભરૂચ લોકસભા સીટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ કોંગ્રેસ દ્વારા આદિવાસીના હક અને MLA ચૈતર વસાવાને લઈને હુંકાર રેલીનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસ દ્વારા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા જતા અટકાવતા કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જોકે અહીં મોટી વાત એ છે કે, આ રેલીને આપનું પણ સમર્થન મળ્યું છે. આપ કાર્યકરો પણ કોંગ્રેસની રેલીમાં જોડાયા અને કોંગ્રેસ અને આપ દ્વારા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, હવે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક થઈ ચૂંટણી લડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલનાં લાભાર્થે કતારગામ પાટીદાર સમાજની વાડીમાં એકઠું થયું 2421 બ્લડ યુનિટ..

Abhayam

આધ્યાત્મિકતાથી લઇને મેન્ટલ હેલ્થ સુધી… મંત્રોના જાપ કરવાથી કયા-કયા લાભો થાય

Vivek Radadiya

PM મોદી::સક્કરબાગઝૂ માં 4 ચિત્તા લાવ્યા હતા મોદીએ કહ્યું- નવા મહેમાનોને જોવા માટે આપણે થોડા મહિના ધીરજ રાખવી પડશે.

Archita Kakadiya