Abhayam News
AbhayamGujarat

સિવિલ હોસ્પિટલમાં આઈસોલેટેડ વોર્ડ કરાયો તૈયાર

An isolated ward has been prepared in the civil hospital

સિવિલ હોસ્પિટલમાં આઈસોલેટેડ વોર્ડ કરાયો તૈયાર Ahmedabad Corona Update : ગુજરાત સહિત દેશભરમાં ફરી એકવાર કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે અમદાવાદ શહેરમાં પણ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. જેને લઈ હવે અમદાવાદ મ્યુનિશિપલ તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 13 જેટલા કેસ નોંધાયા છે. જેને લઈ હવે તંત્ર પણ એલર્ટ બન્યું છે. આ તરફ હવે પૂર્વતૈયારીના ભાગરૂપે જૂની અને નવી બંને સિવિલ હોસ્પિટલમાં બેડ અને ઑકિસજન તૈયાર કરી દેવામાં આવ્યા છે. 

An isolated ward has been prepared in the civil hospital

સિવિલ હોસ્પિટલમાં આઈસોલેટેડ વોર્ડ કરાયો તૈયાર

અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોનાની દસ્તકને લઈ AMC એલર્ટ બન્યું છે. છેલ્લા દસ દિવસમાં કોરોનાના 13 જેટલા કેસ નોંધાતા શહેરમાં અને રાજ્યમાં કેસ આવતા સરકાર સાથે તંત્ર એલર્ટ બન્યું છે. જેને લઈ હવે અસારવા સિવિલ ખાતે આઇસોલેટેડ વોર્ડ ઉભો કરાયો છે તો નવી સિવિલ ખાતે પણ વોર્ડ ઉભો કરવાની તૈયારી દર્શાવાઇ છે. આ સાથે ઓક્સિજન ટેન્કની પણ ચકાસણી કરી દેવામાં આવી અને દવાના જથ્થાનો સ્ટોક પણ ચકાસી જથ્થો પૂરો કરવામાં આવ્યો છે. 

An isolated ward has been prepared in the civil hospital

સિવિલ સુપ્રિટેન્ડેન્ટે કરી અપીલ 
અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશે કહ્યું કે, હાલ અમદાવાદમાં એક્ટિવ કેસના દર્દીઓ હોમ આઇસોલેટમાં સારવાર લઈ રહ્યા છે. જો પરિસ્થિતિ વણશે અને દર્દીઓ દાખલ થવું પડે તેને લઈને કોઈ પણ ચૂક ના રહે તેનું ધ્યાન અપાઈ રહ્યું છે. આ સાથે  સિવિલ સુપ્રીટેન્ડેન્ટ લોકોને જાગૃત બનવા અને તકેદારી રાખવા કરી અપીલ કરી છે. 

An isolated ward has been prepared in the civil hospital

મહત્વનું છે કે, સિવિલ ખાતે 2 ટેન્ક 20 હજાર લીટર ની લિકવિડ ઓક્સિજન ટેન્ક તૈયાર છે. આ સાથે 5300 લીટર ઓક્સિજન જનરેટ પ્લાન્ટ તૈયાર છે. 650 કન્સન્ટ્રેટર પણ તૈયાર તો જૂની સિવિલ હોસ્પિટલમાં D-9 વોર્ડમાં 20 બેડ તૈયાર છે. આ સાથે અને 1200 બેડમાં 0-5 વોર્ડમાં 30 બેડ તૈયાર કરાયા છે. આ સાથે કર્મચારી અને અધિકારીને તાલીમ પણ અપાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

પરિવાર માટે કેવી રીતે ખરીદશો યોગ્ય હેલ્થ ઈન્શ્યોરન્સ?

Vivek Radadiya

સરહદના અદ્ભુત નજારા હંમેશા રહેશે યાદ

Vivek Radadiya

ડીસામાં શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરીઓ પકડાઈ

Vivek Radadiya