Abhayam News
Abhayam

દરેક પોલીસ મથકમાં એક જ મોબાઇલ નંબર રહેશે કાયમી

Every police station will have a single mobile number permanently

દરેક પોલીસ મથકમાં એક જ મોબાઇલ નંબર રહેશે કાયમી હવે રાજ્યના પોલીસ સ્ટેશનમાં અધિકારીઓની બદલીઓ થતી રહેશે પરંતુ મોબાઈલ નંબર નહીં બદલાય. પોલીસ સ્ટેશનના અધિકારીઓના મોબાઈલ નંબર કાયમ માટે એક જ રહેશે અને જેના થકી હવે પોલીસ સ્ટેશનના PI, PSI અને PSOનો કાયમી એક જ નંબર વડે સંપર્ક કરી શકશે. જેની શરુઆત કરાવતા લો એન્ડ ઓર્ડરના ડીજી શમશેર સિંહે હિંમતનગરમાં આ અંગેની જાણકારી આપી હતી.

Every police station will have a single mobile number permanently

રાજ્યના તમામ પોલીસ મથકોના કે એલસીબી એસઓજી જેવી મહત્વની શાખાઓના મુખ્ય અધિકારીઓ અને સ્ટેશન ઓફિસરોના સંપર્ક માટે સમસ્યા નહીં રહે. પોલીસ સ્ટેશનના પીઆઈ કે પીએસઆઈ ના મોબાઈલ નંબર હવે વારે વારે શોધવા નહીં પડે. હવે રાજ્યના તમામ પોલીસ મથકોના અધિકારીઓને કાયમી મોબાઈલ નંબર આપવાનું શરુ કરવામાં આવ્યું છે. જે સ્માર્ટ ફોનમાં વ્હોટસેપ એપની સુવિધા હશે. જેની પર લોકો પોતાની રજૂઆતો વીડિયો અને ફોટા સાથે મોકલી શકશે.

દરેક પોલીસ મથકમાં એક જ મોબાઇલ નંબર રહેશે કાયમી

Every police station will have a single mobile number permanently

લો એન્ડ ઓર્ડરના ડીજી શમશેર સિંઘ હિંમતનગરની મુલાકાતે ગુરુવારે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સાબરકાંઠા જિલ્લાના તમામ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ અને પીએસઓના સરકારી કાયમી મોબાઈલ નંબર શેર કર્યા હતા. આમ હવે પ્રથા સમગ્ર ગુજરાતમાં લાગુ કરી હોવાનું ડીજી શમશેર સિંઘે મીડિયાને જણાવ્યું હતું.

તેઓએ કહ્યુ કે, હવે આમ કરવાથી લોકોની મોટી અગવડતા દૂર થશે અને અધિકારીઓ બદલાતા રહેવાની સ્થિતિમાં મોબાઈલ નંબર એ જ રહેશે. હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની તેમના દ્વારા સ્વચ્છતાને લઈ મુલાકાત લેવામાં આવી હતી. જે દરમિયાન સાબરકાંઠા એસપી વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

બ્રિટિશ પિઝા રેસ્ટોરન્ટમાં સલાડમાં નીકળી ઈયળ

Vivek Radadiya

ખાઓ છો ચીનનું નકલી લસણ??

Vivek Radadiya

ગૂગલનું ‘ડિજી કવચ’ – ઓનલાઈન ફ્રોડથી બચાવે અને જાણો તેનું કામ

Vivek Radadiya