Abhayam News
AbhayamGujaratNewsPolitics

ત્રણ નવા ક્રિમિનલ લો બિલ લોકસભામાં પાસ  

ત્રણ નવા ક્રિમિનલ લો બિલ લોકસભામાં પાસ  આઝાદી વખતના 3 જુના કાયદામાં મોટો ફેરફાર કરી દેવાયો છે. લોકસભામાં આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવેલા 3 નવા ક્રિમિનલ લો બીલને પાસ કરી દેવામાં આવ્યાં છે. એક કાયદામાં મોબ લિંચિંગ અને સગીરા પર રેપ માટે ફાંસીની સજાની પણ જોગવાઈ છે. ત્રણ નવા ક્રિમિનલ લો બિલ લોકસભામાં પાસ  

ત્રણ નવા ક્રિમિનલ લો બિલ લોકસભામાં પાસ  

સરકાર સામે નહીં દેશ સામે બોલનાર માટે સજાની જોગવાઈ 
સરકારે આઝાદી વખતના રાજદ્રોહના કાયદામાં પણ ફેરફાર કર્યો છે અને તેને બદલે દેશદ્રોહનો કાયદો આવ્યો છે જેમાં સરકાર સામે નહીં દેશ સામે બોલનાર માટે સજાની જોગવાઈ છે. 3 કાયદા પરની ચર્ચામાં બોલતાં અમિત શાહે કહ્યું કે 1860માં બનેલી ભારતીય દંડ સંહિતાનો હેતુ ન્યાય આપવાનો નથી પરંતુ સજા આપવાનો હતો. તેને બદલે હવે ભારતીય ન્યાયિક સંહિતા 2023 સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે બીજો કાયદો ભારતીય પુરાવા બીલ 2023 છે જે ભારતીય પુરાવા અધિનિયમ 1872ને બદલે લવાયો છે. 

ત્રણ નવા ક્રિમિનલ લો બિલ લોકસભામાં પાસ  

મોબ લિંચિંગ માટે ફાંસીની સજાની જોગવાઈ 
અમિત શાહે કહ્યું કે મોબ લિંચિંગ એ ઘૃણાસ્પદ ગુનો છે અને આ કાયદામાં અમે મોબ લિંચિંગના ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ કરી રહ્યા છીએ. પરંતુ હું વિપક્ષને પૂછવા માંગુ છું કે તમે પણ વર્ષો સુધી દેશ પર શાસન કર્યું છે, તમે મોબ લિંચિંગ સામે કાયદો કેમ ન બનાવ્યો? તમે મોબ લિંચિંગ શબ્દનો ઉપયોગ માત્ર અમારો દુરુપયોગ કરવા માટે કર્યો હતો, પરંતુ જ્યારે તમે સત્તામાં હતા ત્યારે કાયદો બનાવવાનું ભૂલી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

હવે ઈન્કમટેક્સમાં ઇમેઈલથી રજૂઆત કરીને એડવાન્સ રૂલિંગ મેળવી શકાશે….

Abhayam

સુરતમાં તાઉ-તેનો ખતરો ડુમસ બીચ બંધ કરાયો…..

Abhayam

IPL 2022: IPLમાં શામેલ થશે અમદાવાદની ટીમ?

Abhayam