Abhayam News
AbhayamBusinessGujarat

ભારતના અગ્રણી મેન્યુફેક્ચરિંગ પાવર બનવામાં ગુજરાતનો મહત્વનો ફાળો

Gujarat's significant contribution to India's leading manufacturing power

ભારતના અગ્રણી મેન્યુફેક્ચરિંગ પાવર બનવામાં ગુજરાતનો મહત્વનો ફાળો ગુજરાત સરકાર આગામી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીના અંતિમ તબક્કામાં છે. આ મહત્વપૂર્ણ સમયગાળામાં, ગુજરાત સરકાર માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. કોલિયર્સ ઈન્ડિયાએ ભારતના ઉત્પાદન ક્ષેત્રના વિકાસ અંગે એક અભ્યાસ કર્યો છે.

Gujarat's significant contribution to India's leading manufacturing power

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આગામી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીના અંતિમ તબક્કામાં છે. આ મહત્વપૂર્ણ સમયગાળામાં, ગુજરાત સરકાર માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. કોલિયર્સ ઈન્ડિયાએ ભારતના ઉત્પાદન ક્ષેત્રના વિકાસ અંગે એક અભ્યાસ કર્યો છે.

ભારતના અગ્રણી મેન્યુફેક્ચરિંગ પાવર બનવામાં ગુજરાતનો મહત્વનો ફાળો

આ અભ્યાસમાં તેમણે અનુમાન લગાવ્યું છે કે વર્ષ 2025-26 સુધીમાં ભારતીય ઉત્પાદન બજાર $1 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે અને આ સિદ્ધિ મેળવવામાં ગુજરાત સૌથી વધુ યોગદાન આપે તેવી શક્યતા છે. કોલિયર્સે તેના અભ્યાસમાં એમ પણ કહ્યું છે કે ગુજરાતે વર્ષ 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ મેળવ્યું છે. ‘મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન ફોર મેન્યુફેક્યરિંગ’માં, ગુજરાત પછી મહારાષ્ટ્ર બીજા સ્થાને અને તમિલનાડુ ત્રીજા સ્થાને છે.

Gujarat's significant contribution to India's leading manufacturing power

ભારતના મેન્યુફેક્ચરિંગ હબ બનવાની યાત્રામાં ગુજરાતના યોગદાન વિશે કોલિયર્સ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એડવાઇઝરી સર્વિસિઝના વડા સ્વપ્નિલ અનિલે જણાવ્યું હતું કે, “નવી ઔદ્યોગિક નીતિ હેઠળ, ગુજરાત ઉત્પાદન ક્ષેત્ર માટે લગભગ 34.7% પ્રોત્સાહનો અને લાભ ફાળવે છે. અને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સરેરાશ સેટઅપ ખર્ચ સૌથી ઓછો છે.

આ કારણે જ ગુજરાતે 2023માં સ્થાનિક અને વિદેશી ઉત્પાદકો પાસેથી ₹ 30,000 કરોડથી વધુનું રોકાણ મેળવ્યું છે. ગુજરાતમાં આવનારા આ રોકાણથી રાજ્યના ઔદ્યોગિક પદચિહ્નો મજબૂત થશે.

વૈશ્વિક આર્થિક જોડાણ

છેલ્લા બે દાયકામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દેશમાં રોકાણ માટે સૌથી મહત્વપૂર્ણ ઈવેન્ટ તરીકે સ્થાપિત થઇ છે. આ સમિટ દ્વારા રાજ્ય સરકારે વૈશ્વિક સ્તરે ઔદ્યોગિક જરૂરિયાતોને સમજીને તે મુજબ રાજ્યમાં સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યો છે. આ અભ્યાસ અનુસાર ગુજરાત ₹50 કરોડના કેપિંગ સાથે પ્રોજેક્ટ ખર્ચના 40%ના ખર્ચે સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડે છે. વધુમાં લેન્ડ યુઝ કન્વર્ઝન માટે માટે રાહત દરો આપવામાં આવે છે.

Gujarat's significant contribution to India's leading manufacturing power

ઉત્પાદન પ્રભુત્વ અને પ્રોત્સાહન ફાળવણી

કોલિયર્સના અભ્યાસ અનુસાર રાજ્યના નિકાસ પોર્ટફોલિયોમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો નોંધપાત્ર 12.5% ભાગ છે. તે ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતની મજબૂતાઈને દર્શાવે છે. ગુજરાત ઔદ્યોગિક સામાન્ય નીતિઓના કુલ પ્રોત્સાહનો અને લાભોના નોંધપાત્ર 34.7% મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફાળવે છે. આટલું જ નહિં ગુજરાતનું સ્પર્ધાત્મક સરેરાશ ભાડું અને આકર્ષક મૂડી દરો રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા સરખામણીના રાજ્યો કરતાં વધુ સારા છે. તો કંડલા, મુન્દ્રા, પીપાવાવ અને હજીરા જેવા મુખ્ય બંદરો સાથે રાજ્યનો 1600 કિમી લાંબો દરિયાકિનારો, 505 મિલિયન ટનના કુલ કન્ટેનર થ્રુપુટ સાથે ગુજરાતને લોજિસ્ટિક્સ પાવરહાઉસ તરીકે સ્થાન આપે છે.

FDI, સારા શ્રમ સંબંધો અને સરકારી સ્થિરતા

ગુજરાતની અપીલ વૈશ્વિક સ્તરે પહોંચે છે. ઓટોમોબાઈલ, સેમિકન્ડક્ટર, એફએમસીજી અને આઈટી ક્ષેત્રે પ્રખ્યાત ઉદ્યોગોએ ગુજરાતને પ્રાધાન્ય આપ્યું છે. શ્રમિક સમુદાયો અને સરકાર વચ્ચેના સુમેળભર્યા સંબંધોના પરિણામે દેશમાં સૌથી ઓછી હડતાલ ગુજરાતમાં થાય છે. એટલું જ નહીં, છેલ્લા છ ટર્મમાં ગુજરાતની શાસન સ્થિરતા રોકાણકારો અને ડેવલપર્સ માટે અનુકૂળ અને સલામત વાતાવરણ પૂરું પાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

Vibrant Gujarat 2024: એક જ દિવસમાં 1 લાખ કરોડનાં સંભવિત રોકાણ

Vivek Radadiya

હવેથી IMPSથી પૈસા મોકલવામાં નહીં પડે કોઇ મુશ્કેલી, બેંક શરૂ કરવા જઇ રહી છે આ સર્વિસ, પળભરમાં 5 લાખ ટ્રાન્સફર

Vivek Radadiya

નેતા હતો એટલે બધુ મફતમાં થયુ: રાઘવજી પટેલ 

Vivek Radadiya