IMF ભારતને આર્થિક મોરચે સ્ટાર પરફોર્મર ગણાવ્યું IMF ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત ઈકોનોમિક નીતિઓના આધારે આ વર્ષે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક બનવા જઈ રહી છે. અન્ય દેશોની અર્થવ્યવસ્થાઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે, ત્યારે ભારત આગળ વધી રહ્યો છે.
પહેલા કોરોના અને બાદમાં મંદીથી દુનિયાના ઘણા દેશોને ફટકાર લાગી છે. પરંતુ ભારત એક એવો દેશ છે જેણે કોરોના સામે સફળ લડાઈ લડી હતી. ફરી મંદીને હરાવીને ભારતે દુનિયામાં ઝંડો લહેરાવ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF એ ફરી એકવાર ભારત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. IMF અનુસાર, ભારત ડિજિટલાઇઝેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં આર્થિક સુધારાના આધારે મજબૂત વૃદ્ધિ દર આગળ વધી રહ્યુ છે.
IMF ભારતને આર્થિક મોરચે સ્ટાર પરફોર્મર ગણાવ્યું
ભારત ખૂબ જ મજબૂત દરે વૃદ્ધિ કરી રહ્યું છે
વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનું યોગદાન 16 ટકાથી વધારે હોવાનો અંદાજ છે. આઈએમએફના એક અધિકારીએ આ વાત કહી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના જણાવ્યા મૂજબ છેલ્લા કેટલાક સમયથી ભારત ખૂબ જ મજબૂત દરે વૃદ્ધિ કરી રહ્યું છે. જો આપણે ભારતની તુલનામાં અન્ય દેશોની વાત કરીએ તો ભારત એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે. તે સૌથી ઝડપથી વિકસતા મોટા ઉભરતા બજારોમાંનું એક છે. IMFના અંદાજ મુજબ આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનું યોગદાન 16 ટકાથી વધારે રહેશે.
સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર
IMF ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત ઈકોનોમિક નીતિઓના આધારે આ વર્ષે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક બનવા જઈ રહી છે. અન્ય દેશોની અર્થવ્યવસ્થાઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે, ત્યારે ભારત આગળ વધી રહ્યો છે.
કોરોના મહામારી બાદ ઝડપથી ઉભરી આવ્યું ભારત
ભારત સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા અને વૃદ્ધિ માટે મજબૂત આધાર માટે જરૂરી તમામ પ્રકારની સુવિધાઓ વિકસાવવાના ઉદ્દેશ્ય પર ભાર મૂકી રહી છે. ભારતની કુલ વસ્તીમાં મોટી સંખ્યામાં યુવાનો છે, તેથી જો માળખાકીય સુધારા દ્વારા આ ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે, તો તે મજબૂત દરે વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવે છે. ભારતની અર્થવ્યવસ્થા વૈશ્વિક વૃદ્ધિનું એક મહત્વપૂર્ણ ચાલક બનવા માટે તૈયાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે