Abhayam News
AbhayamGujaratPolitics

લોકસભા પહેલા ગુજરાતમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’

BJP's 'Operation Lotus' in Gujarat before Lok Sabha

લોકસભા પહેલા ગુજરાતમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ Gujarat: લોકસભા ચૂંટણી 2024 અગાઉ ગુજરાતમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ શરૂ થયું એવું લાગી રહ્યું છે. આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ ખંભાતથી કોગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ચિરાગના રાજીનામા બાદ ચિરાગ પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો શરૂ થઇ ગઇ છે. લોકસભા પહેલા ગુજરાતમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’

BJP's 'Operation Lotus' in Gujarat before Lok Sabha

ભૂપત ભાયાણીએ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું જ્યારે ચિરાગ પટેલે ખંભાત બેઠક પરથી ફક્ત એક જ વર્ષમાં કોગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ચિરાગ પટેલે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા. ચિરાગ પટેલ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર ગણાય છે.

લોકસભા ચૂંટણી અગાઉ કેટલા ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

BJP's 'Operation Lotus' in Gujarat before Lok Sabha

લોકસભા ચૂંટણી 2024 અગાઉ કેટલાક ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. ભૂપત ભાયાણીએ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું જ્યારે ચિરાગ પટેલે ખંભાત બેઠક પરથી ફક્ત એક જ વર્ષમાં કોગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ભાજપે રાજ્યની 182 બેઠકોમાંથી 156 બેઠકો પર જીત મેળવી હતી. ફક્ત એક જ વર્ષમાં કોગ્રેસ અને આપના એક-એક ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. એક જ સપ્તાહમાં બે ધારાસભ્યોના રાજીનામા બાદ વિધાનસભામાં સંખ્યાબળ ઘટીને 180 થઇ ગયું હતું. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી 16 થઇ ગયું છે. કોગ્રેસે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 17 બેઠકો પર જીત મેળવી હતી.

BJP's 'Operation Lotus' in Gujarat before Lok Sabha

હજુ પણ કેટલા ધારાસભ્યો આપી શકે છે રાજીનામા

કોગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા બાદ એવી અટકળો શરૂ થઇ ગઇ છે કે આ મહિનાના અંત સુધીમાં વધુ કેટલાક ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. સૂત્રોએ વધુમાં કહ્યું કે હજુ પણ વિપક્ષના ચાર ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. આપ અને કોગ્રેસના ચારથી વધુ ધારાસભ્યો ભાજપના રડાર પર છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર પહેલા વિપક્ષના ચાર ધારાસભ્યોના રાજીનામા પડશે. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં કમલમમાં વેલકમ પાર્ટી યોજાય તેવી પણ ચર્ચા છે. રાજીનામું આપનારા તમામ નેતાઓ જાન્યુઆરીમાં ભાજપમાં જોડાઇ શકે છે. રાજીનામું આપનાર બંને ધારાસભ્યો પહેલીવાર ચૂંટણી જીત્યા હતા.

BJP's 'Operation Lotus' in Gujarat before Lok Sabha

લોકસભા ચૂંટણી અગાઉ મજબૂત થવાની ભાજપની કવાયત

લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં હલચલ વધી ગઇ છે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્ધારા ગત લોકસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ તમામ બેઠકો જીતવા માટે જોડ-તોડની નીતિ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે. ભારતે 2019 લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. ભાજપ કેન્દ્રમાં પણ સતત ત્રીજી વખત સરકાર બનાવવા માંગે છે જેના માટે ભાજપ માટે ગુજરાત રાજ્યની તમામ બેઠકો જીતવી જરૂરી છે.

BJP's 'Operation Lotus' in Gujarat before Lok Sabha

‘ચૂંટણી આવે અને કોગ્રેસમાંથી રાજીનામા પડે’ તેવું અગાઉ પણ બન્યું છે

રાજ્યસભાની 2019માં આવેલી લોકસભા ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહોતા પરંતુ બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રિમડલમાં સ્થાન મળ્યું હતું. જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં વિજયી બન્યા હતા. જયરાજસિંહ પણ કોગ્રેસ છોડી ભાડપમાં જોડાયા હતા. તે સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

શ્રી ખોડલધામ યુવા સમિતી ઉમરા વેલંજા આયોજિત રક્તદાન કેમ્પમાં 117 બ્લડયુનિટ એકઠું કરાયું.

Abhayam

શું તમે રામ મંદિરનું ગર્ભગૃહ જોયું?

Vivek Radadiya

અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિમતસિંહ પટેલે ચાર્જ સંભાળ્યો

Vivek Radadiya