Abhayam News
AbhayamWorld

જાપાન રોકેટ ઇંધણ તરીકે ગાયના છાણનો ઉપયોગ કરશે 

Japan will use cow dung as rocket fuel

જાપાન રોકેટ ઇંધણ તરીકે ગાયના છાણનો ઉપયોગ કરશે  અત્યાર સુધી ગાયના છાણનો ઉપયોગ જૈવિક ખાતર, દેશી ખાતર, રાંધણ ગેસ અને ધાર્મિક વિધિઓ માટે થતો હતો પરંતુ કોઈ એમ કહે કે હવે છાણાંનો ઉપયોગ કરીને અંતરિક્ષમાં રોકેટ મોકલી શકાય છે. પહેલી વખતમાં સાંભળીને આ વાત ઉપર વિશ્વાસ ન આવે પણ આવું સંભવ છે.

એ વાત તો આપણે બધાને ખબર જ છે કે ભારતમાં ગાયના છાણને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવામાં હવે વિદેશીઓ પણ ગાયના છાણનું મહત્વ સમજવા લાગ્યા છે. તાજેતરનો કિસ્સો જાપાનથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ગાયના છાણ સંબંધિત એક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. જાપાન રોકેટ ઇંધણ તરીકે ગાયના છાણનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે

Japan will use cow dung as rocket fuel

જાપાન રોકેટ ઇંધણ તરીકે ગાયના છાણનો ઉપયોગ કરશે 

વાત કઇંક એમ છે કે જાપાનમાં એન્જિનિયરોએ ગાયના છાણમાંથી મેળવેલા પ્રવાહી મિથેન ગેસ દ્વારા સંચાલિત નવા પ્રકારના પ્રોટોટાઈપ રોકેટ એન્જિનનું પરીક્ષણ કર્યું છે અને આ રોકેટને બાયોમિથેન દ્વારા ઉડાવવામાં આવ્યું છે, જે ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવે છે. કંપનીએ કહ્યું કે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે ઝીરો લિક્વિડ બાયોમિથેન દ્વારા સંચાલિત છે અને આ બાયોમિથેન પ્રાણીઓના છાણમાંથી મેળવવામાં આવે છે. કંપની તેને હોક્કાઈડોના ડેરી ફાર્મમાંથી સ્ત્રોત કરે છે. 

હાલ આ પરીક્ષણનો એક વિડીયો સોશિયલ મીડીયા પર પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. સાથે જ કંપનીએ આને રોકેટ એન્જિન વિજ્ઞાનના વિકાસમાં માઈલસ્ટોન ગણાવ્યું છે અને કહ્યું છે કે વિશ્વમાં આવું પહેલીવાર બન્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે એલબીએમ ઇંધણ બાયોગેસના મુખ્ય ઘટક મિથેનને અલગ કરીને અને શુદ્ધ કરીને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને લગભગ -160 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લિક્વિફાય કરે છે.

Japan will use cow dung as rocket fuel

આ અનોખો પ્રયોગ એવા સમયે થયો છે જ્યારે સમગ્ર વિશ્વ આબોહવા પરિવર્તનના મુદ્દા પર વિચાર કરી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં કાર્બન ઉત્સર્જનને કેવી રીતે ઘટાડવું અને ગ્લોબલ વોર્મિંગને કેવી રીતે ઘટાડવું. હાલ ઘણી સ્ટડીમાં એવા ખુલાસાઓ પણ થયા છે કે પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા રોકેટ ઇંધણ વિશ્વના પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે. એવામાં આવનારા સમયમાં આ ઈંધણનો ઉપયોગ કરીને અવકાશમાં ઉપગ્રહો પણ સ્થાપિત કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જાણો ટેક્સ ફ્રી સોનું લાવવાનો નિયમ

Vivek Radadiya

મીની ગુજરાત તરીકે જાણીતી જગ્યા, જ્યાં મળે છે તમામ ગુજરાતી નાસ્તા

Vivek Radadiya

ડાયનેમિક બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે?

Vivek Radadiya