Abhayam News
AbhayamGujarat

ભારતની અડધાથી વધુ વસ્તી પોષક આહાર નથી લઇ શકતી

More than half of India's population cannot consume nutritious food

ભારતની અડધાથી વધુ વસ્તી પોષક આહાર નથી લઇ શકતી યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલો એક રિપોર્ટે ચોંકાવનારો છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે વર્ષ 2021માં 74.1 ટકા ભારતીયો પોષક આહાર લેવામાં અસમર્થ હતા. જો આપણે વર્ષ 2020 ના આંકડાઓ પર નજર કરીએ તો તે 76.2 ટકા હતો. પાડોશી દેશ પાકિસ્તાનમાં 82.2 ટકા લોકો એવા છે જેઓ હેલ્ધી ફૂડ ખાઈ શકતા નથી. જ્યારે બાંગ્લાદેશમાં આ આંકડો 66.1 ટકા છે. રિપોર્ટમાં લોકોનું પોષક આહાર ન લેવા પાછળનું કારણ પણ ચોંકાવનારૂ છે. આવકમાં ઘટાડો અને વધતી મોંઘવારીના કારણે ઘણા લોકો સારું ભોજન ખાઈ શકતા નથી.

ભારતની અડધાથી વધુ વસ્તી પોષક આહાર નથી લઇ શકતી

More than half of India's population cannot consume nutritious food

કોવિડ બાદ હાલત વધુ ખરાબ

FAOએ તેના રિપોર્ટમાં ચેતવણી આપી છે કે વધતી જતી મોંઘવારી અને ઘટતી જતી આવકના કારણે દરરોજ લોકોને બે ટાઇમનું ભોજન મળવું મુશ્કેલ બન્યું છે. એવામાં પોષક આહાર લેવાનું વિચારવું તો અશક્ય જ છે. રિપોર્ટ અનુસાર જો ભોજનની લાગત વધે છે અને સાથે જ આવકમાં ઘટાડો થાય છે તો તેનો પ્રભાવ ખરાબ પડે છે. જેના પરિણામે લોકો પોષક આહાર લઇ શકતા નથી. કોવિડ-19 બાદ લોકોને ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડ-19નીઆર્થિક અસરોને કારણે ખોરાકના ભાવમાં વધારો થવાથી 112 મિલિયનથી વધુ લોકોને સ્વસ્થ આહાર પરવડી શકે તેમ નથી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વિશ્વભરમાં કુલ 3.1 અબજ લોકો છે જેઓ આ ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ નથી.

પોષક આહાર ન લેવાથી થાય છે આ સમસ્યા

રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી ગંભીર સ્થિતિ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં છે. જ્યાં પુરૂષોની સરખામણીએ મહિલાઓને પૌષ્ટિક આહાર ન મળવા જેવી સમસ્યાઓ વધુ હોય છે. રિપોર્ટ અનુસાર, આના કારણે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વામનપણું, નબળાઈ અને વધતા વજનનો સામનો કરવો પડે છે. ગર્ભવતી મહિલાઓ એનિમિયાની સમસ્યાથી પીડાઈ રહી છે. આ સિવાય દેશની 16.6 ટકા વસ્તી કુપોષણથી પીડિત છે.

ભારતમાં પોષક આહાર પર વ્યક્તિ દરરોજ કેટલો ખર્ચ કરે છે?

FAOના રિપોર્ટ અનુસાર, ભારતમાં એક વ્યક્તિ તેના આહાર પર દરરોજ 247 રૂપિયા ખર્ચ કરે છે. આ હિસાબે તેને તેના આહાર માટે દર મહિને 7310 રૂપિયા ખર્ચવા પડે છે. આવી સ્થિતિમાં, 4 લોકોના પરિવારમાં આ આંકડો 29,210 રૂપિયા થાય છે, જે ભારતમાં દરેક વ્યક્તિની આવક નથી.

More than half of India's population cannot consume nutritious food

80 કરોડ લોકો સરકાર દ્વારા આપવામાં આવતા સબસિડીવાળા રાશન પર નિર્ભર

આંકડા અનુસાર, લગભગ 60 ટકા લોકો ભારત સરકાર દ્વારા આપવામાં આવતા સબસિડીવાળા રાશન પર નિર્ભર છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને મફત પાંચ કિલો અનાજની વિશેષ સહાય ઉપરાંત દર મહિને માત્ર 2-3 રૂપિયા પ્રતિ કિલોના દરે પાંચ કિલો અનાજ આપવામાં આવે છે. જો કે, ખાદ્ય સબસિડી કાર્યક્રમને ઘણીવાર ટીકાઓનો સામનો કરવો પડે છે કારણ કે આ યોજના હેઠળ આપવામાં આવતા રાશન પર્યાપ્ત કેલરીનો પુરવઠો આપે છે પરંતુ પર્યાપ્ત પોષણની કાળજી લેતા નથી.

More than half of India's population cannot consume nutritious food

ભૂખમરાની સ્થિતિના કારણે ગંભીર હાલત થવાનું અનુમાન

FAOના રિપોર્ટ અનુસાર હાલ દુનિયાની મોટાભાગની વસ્તી ભૂખ્યા પેટે સુવે છે. એવામાં આ વર્ષના અંત સુધીમાં ભૂખ્યા પેટે સુતા લોકોનો આંકડો 84 કરોડ સુધી પહોંચશે. આંકડાઓ જોતા એવું અનુમાન પણ લગાવવામાં આવે છે કે 2014 બાદ આ આંકડામાં ધીમે – ધીમે વધારો થઇ રહ્યો છે. તેવી સ્થિતિમાં ભારતના ગરીબ પાડોશી દેશોમાં જેવી સ્થિતિ છે તેવી ભૂખમરાની સ્થિતિ અને ગંભીર હાલત થવાનું અનુમાન છે.

More than half of India's population cannot consume nutritious food

દર વર્ષે વ્યક્તિ દીઠ 50 કિલો ખોરાકનો બગાડ

આ તમામ સંજોગો સિવાય દેશમાં ખાદ્યપદાર્થોના બગાડના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં દર વર્ષે વ્યક્તિ દીઠ 50 કિલો ખોરાકનો બગાડ થાય છે. જો આપણે ભારતમાં ખોરાકના કુલ બગાડનો અંદાજ લગાવીએ તો દેશમાં દર વર્ષે 68,760,163 ટન ખોરાકનો બગાડ થાય છે. જ્યાં અમેરિકામાં આ આંકડો 19,359,951 ટન છે, જ્યારે ચીનમાં 91,646,213 ટન ખોરાકનો બગાડ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગુજરાત:-રિલાયન્સ આ શહેરમાં 1000 બેડની કોરોના ની હોસ્પિટલ બનાવશે અને ફ્રી માં થશે કોરોનાની સારવાર..

Abhayam

IPL 2022: 4 ભારતીય દિગ્ગજો આવશે આમને-સામને,10 ટીમોના કેપ્ટન નક્કી…

Abhayam

ટીમ ઈન્ડિયામાં પણ કેપ્ટનશિપની શોધ શરૂ 

Vivek Radadiya