Abhayam News
AbhayamGujarat

ઇમ્પેક્ટ ફી મુદ્દે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

Important decision of Gujarat government on the issue of impact fee

ઇમ્પેક્ટ ફી મુદ્દે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય Impact Fee : ગુજરાતમાં બિનઅધિકૃત ગેરકાયદે બાંધકામ ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ઇમ્પેક્ટ ફી બાબતે અરજી કરવામાં મુશ્કેલી હોવાની નાગરિકોની ફરિયાદ હતી. જેને લઈ હવે રાજ્ય સરકાર દ્વારા સતત ત્રીજી વાત ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધારો કરી હજી 6 મહિનાનો વધારો કરાયો છે. 

Important decision of Gujarat government on the issue of impact fee

મહત્વનું છે કે, રાજ્યમાં ઈમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરી શકવાની જોગવાઈ છે. જોકે અગાઉ બે વાર ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત આપ્યા બાદ પણ નાગરિકોની ફરિયાદને આધારે હજી 6 મહિના સુધી મુદ્દત આપવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારની ધારણા કરતાં ઓછો પ્રતિસાદ મળતા શહેરી વિકાસ વિભાગ દ્વારા 17 ડિસેમ્બરે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા જ 6 મહિનાનો વધારો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

Important decision of Gujarat government on the issue of impact fee

ઇમ્પેક્ટ ફી મુદ્દે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

મહત્વનું છે કે, ગેરકાયદે અને પરવાનગી વગરના બાંધકામોનો રાફડો ફાટ્યા બાદ સરકારે ઓક્ટોબર-22માં કાયદામાં સુધારો કરી ઇમ્પેક્ટ ફી સ્વરૂપે દંડનીય રકમની વસુલાત કરી ગેરકાયદે બાંધકામોને કાયદેસરતા આપવા કવાયત કરી હતી. જોકે હવે સવા વર્ષની મુદત પૂર્ણ થઈ ગયા બાદ 17 ડિસેમ્બરથી 6 મહિનાનું એક્સ્ટેન્શન જાહેર કર્યું છે. જેને લઈ હવે ગેરકાયદેસર બાંધકામ કરનાર વધુ મિલ્કતધારકોને લાભ મળી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જુનાગઢની HDFC બેન્કમાં કર્મચારીની કરામત

Vivek Radadiya

સુરત: યુવકને ઢોર માર મારવાના કેસમાં 3 પોલીસકર્મીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા આદેશ..

Abhayam

ચૂંટણી પંચે એક્ઝિટ પોલ પર લગાવ્યો પ્રતિબંધ

Vivek Radadiya