સૌરવ ગાંગુલી અને નીતા અંબાણી વચ્ચે થઈ જોરદાર ટક્કર WPLની બીજી સીઝન માટે આજે મુંબઈમાં ખેલાડીઓનું ઓક્શન ચાલી રહ્યું છે. જેમાં 5 ટીમોની ફ્રેન્ચાઈઝીએ ભાગ લીધો છે. ત્યારે એન્નાબેલ સધરલેન્ડને ખરીદવા માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે ટક્કર જોવા મળી હતી. અને આ ખેલાડીને અંતે દિલ્હીએ 2 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી છે.
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્નાબેલ સધરલેન્ડ, જેની મૂળ કિંમત 40 લાખ રૂપિયા છે, તેને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી. સધરલેન્ડને ખરીદવા માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ અંતે દિલ્હી જીતી ગયું.ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્નાબેલ સધરલેન્ડ, જેની મૂળ કિંમત રૂ. 30 લાખ છે, તેને દિલ્હી કેપિટલ્સે કુલ રૂ. 2 કરોડમાં ખરીદી છે. આ એક દિવસમાં અત્યાર સુધીની સૌથી વધુ બોલી છે.
અત્યાર સુધીની સૌથી મોંઘી ખેલાડી
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફોબી લિચફિલ્ડને લઈને ગુજરાત અને યુપીની ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. રૂ. 30 લાખની મૂળ કિંમતથી શરૂ કરીને, બિડ રૂ 1 કરોડમાં પર સમાપ્ત થઈ અને ફોબી લિચફિલ્ડ ગુજરાત ટીમમાં સામેલ થઈ હતી. ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડને દિલ્હી કેપિટલ્સે રૂ. 2 કરોડમાં ખરીદી છે, જે અત્યાર સુધીની સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે.મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 13 ખેલાડીઓને રિટેન કર્યા છે.
ગત વર્ષની વિજેતા મુંબઈમાં 5 ખેલાડીઓની જગ્યા ખાલી છે. દિલ્હીમાં પણ 5 ખેલાડીઓની જગ્યા ખાલી છે. યુપીમાં 3 ખેલાડીઓની જગ્યાઓ ખાલી છે. ગુજરાતમાં સૌથી વધુ 10 સ્લોટ ખાલી છે. RCBમાં 7 સ્લોટ ખાલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.