ડુંગળીની નિકાસ બંધીથી ખેડૂતો-વેપારીઓમાં ચિંતા Rajkot And Gondal Yard News: ફરી એકવાર દેશમાં ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે, ગુજરાતના ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીની ભાવમાં જોરદાર કડાડો બોલાયો છે. દેશભરમાંથી ડુંગળીની નિકાસ પર રોક લાગતા દેશમાં ડુંગળીના ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં એક જ દિવસમાં 300 રૂપિયા સુધીનું ગાબડુ પડ્યુ છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં આજે ખેડૂતોએ ડુંગળીના ભાવને લઇને વેઠવાનો વારો આવ્યો છે. આજે રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો થયો છે. ડુંગળીની નિકાસ બંધી થતા એક જ દિવસમાં ભાવમાં મોટું ગાબડું પડ્યુ છે, એક જ દિવસમાં ડુંગળીના ભાવમાં 300 રૂપિયાનું ગાબડુ પડ્યુ છે. યાર્ડમાં હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100/-થી લઈને 400/-સુધીના બોલાયા છે. માર્કેટ યાર્ડમાં ત્રણ દિવસ પહેલા ડુંગળીના 90,000/-કટ્ટા જેટલી જંગી થઈ હતી, જેના કારણે આવક બંધ કરાઈ છે. ડુંગળીની નિકાસ બંધી થતા યાર્ડમાં ડુંગળીની આવક ના કરવા વેપારીઓએ યાર્ડ સતાધીશોને અનુરોધ કર્યો છે. ડુંગળીના ભાવમાં ગાબડું પડતા વેપારીઓ અને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
ડુંગળીની નિકાસ બંધીથી ખેડૂતો-વેપારીઓમાં ચિંતા
ડુંગળીના ભાવમાં મોટો કડાકો, જાણો શું છે કારણ
રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. ડુંગળીની નિકાસ બંધી થતા એક જ દિવસમાં ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. ડુંગળીના ભાવમાં રૂપિયા 300નું ગાબડું પડ્યું છે. યાર્ડમાં હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100 થી લઈને 400 સુધીના બોલાયા હતા. માર્કેટ યાર્ડમાં ત્રણ દિવસ પહેલા ડુંગળીના 90,000/-કટ્ટા જેટલી જંગી થઈ હતી,જેના કારણે આવક બંધ કરાઈ હતી. ડુંગળીની નિકાસ બંધી થતા યાર્ડમાં ડુંગળીની આવક ન કરવા વેપારીઓએ કર્યો યાર્ડ સતાધીશોએ અનુરોધ કર્યો છે. ડુંગળીના ભાવમાં ગાબડું પડતા વેપારીઓ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેન્દ્ર સરકારે ડુંગળીની તાત્કાલિક નિકાસબંધી કરતા હરાજી બંધ કરવામાં આવી છે. આજે મહુવા માર્કેટિંગ યાર્ડ માં 50000 ગુણીની આવક થઈ છે. વેપારી ડુંગળી ખરીદવા કે ખેડૂત વેચવા તૈયાર ન હોવાથી યાર્ડ દ્વારા હરાજી બંધ કરવામાં આવી છે. હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ચેરમેન ની ઓફિસ પર એકઠા થઈ રહ્યા છે,
તળાજા, ગારીયાધાર, જેસર, પાલીતાણા, રાજુલા સહિતના તાલુકા અને ગામડાઓમાંથી ડુંગળી લઈને ખેડૂતો મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચતા હોય છે. ડુંગળીના સિઝન ટાણેજ સરકાર દ્વારા નિકાસબંધી કરી દેવામાં આવતા ખેડૂતોના હરાજી દરમિયાન ભાવ પણ તૂટી રહ્યા છે. જેથી ખેડૂતોની કસ્તુરી જ ખેડૂતોને જ રડાવી રહી છે.
મહુવા યાર્ડ છેલ્લા સપ્તાહથી લાલ અને સફેદ ડુંગળીની વિક્રમજનક આવકથી ઉભરાઈ રહ્યુ છે. પ્રતિદિન અનેક નાના મોટા વાહનો ભરીને હજારો મણ મગફળી અને ડુંગળી સહિતની કૃષિ જણસ યાર્ડોમાં લાવવામાં આવી રહી છે.ગોહિલવાડમાં પ્રમાણમાં સારા ભાવ મળી રહેવાથી વેચવાલી છે ત્યાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરાતા ખેડૂતઆલમ આક્રમક મૂડમાં આવી ગયા છે.
ગત વર્ષે ખેડૂતોએ ડુંગળીમાં કરેલી નુકશાની આ વર્ષે થોડી ઘણી ભરપાઈ થાય તેમ છે અને થોડા ઘણા પૈસા મળે તેમ છે તેથી આ સમયે નિકાસબંધીનું પગલુ ગેરવ્યાજબી છે.આ વર્ષે માવઠાથી પણ ડુંગળીના પાકને નુકશાન થતા વાવેતરમાં ઘટાડો થયેલ છે. ત્યારે સહજ રીતે ભાવ ઉંચા રહી શકે છે જે વાસ્તવીકતા સ્વીકારીને પણ સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસબંધી દૂર કરવામાં આવે તેવી મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલએ માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે