આઝાદી બાદ પણ દેશમાં કરોડોમાં ગરીબ વસ્તી ભારતમાં આઝાદીનાં આટલા વર્ષો બાદ પણ ગરીબી સૌથી પડકાર રહ્યો છે. દેશમાં હાલમાં આશરે 23 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવન જીવી રહ્યાં છે. જેમને પોતાની રોજી રોટી ચલાવવા માટે મજૂરી જેવા કાર્યો કરવા પડે છે. હાલમાં સંસદનાં શિયાળાનાં સેશન દરમિયાન ગરીબી રેખાની નીચેનાં સ્તરનાં લોકો વિશે સવાલો પૂછવામાં આવ્યાં હતાં જેનો જવાબ આપતાં કેબિનેટ મંત્રી રાવ ઈંદ્રજીત સિંહે ભારતમાં ગરીબીની સ્થિતિ જણાવી હતી.
હાલ 21.9 કરોડ આબાદી ગરીબી રેખાની નીચે
દેશમાં ગરીબી રેખાની નીચે લોકોની સંખ્યા જાણવા માટે વર્ષ 2011-12માં સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદથી અત્યાર સુધી આ અંગે કોઈ આંકલન કરવામાં આવ્યું નથી. એ સર્વે અનુસાર ગરીબી રેખાની નીચે રહેનારા લોકોની સંખ્યા 27 કરોડ હતી. જો કે સરકારનું કહેવું છે કે દેશમાં હાલ 21.9 કરોડ આબાદી ગરીબી રેખાની નીચે છે.
ગુજરાતની સ્થિતિ
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર ગુજરાતમાં 21.6% એટલે કે 75 લાખની ગ્રામીણ આબાદી જ્યારે 10.14% 26.88 લાખ શહેરી આબાદી ગરીબી રેખાની નીચે છે. એટલે કે ગુજરાતની કુલ આબાદીમાંથી આશરે 1 કરોડ વસ્તી ગરીબી રેખાની નીચે આવે છે.
ગરીબી રેખાનું સ્તર નક્કી કરતાં પરિબળો
સરકાર અનુસાર દેશની 21.9 % વસ્તી આજે પણ ગરીબી રેખાની નીચે જીવન વિતાવે છે. સરકાર માને છે કે ગામડામાં રહેનારો જે વ્યક્તિ દરરોજ 26 રૂપિયા જ્યારે શહેરમાં રહેતો દરેક વ્યક્તિ દરરોજ 32 રૂપિયા ખર્ચ કરવામાં અસમર્થ હોય તો તે વ્યક્તિ ગરીબી રેખાની નીચે ગણાય છે. ગરીબી રેખાની નીચે જીવન વ્યતિત કરતાં પરિવારો તેમના બાળકોને મૂળભૂત સુવિધાઓ આપવામાં અસમર્થ હોય છે. શિક્ષા અને પોષણયુક્ત ખાવાનું આપવા જેવી મૂળભૂત જરૂરિયાતોની પૂરતી કરવામાં અસમર્થતા ગરીબી રેખાની નીચેનું સ્તર માનવામાં આવે છે.
નીતિ આયોગની રિપોર્ટ
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર નીતિ આયોગે ‘રાષ્ટ્રીય બહુપરિમાણિય ગરીબી સૂચકાંક: એક પ્રગતિ સમીક્ષા 2023’ નામક રિપોર્ટ રજૂ કરી હતી જે અનુસાર વર્ષ 2015-16થી 2019-21 દરમિયાન 13.5 કરોડ લોકો બહુપરિમાણિય ગરીબીથી મૂક્ત થયાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે