ગુજરાતમાં 3 જગ્યાએ બનશે ઓલિમ્પિક વિલેજ ભારતમાં ઓલિમ્પિક ગેમ્સ-2036ના આયોજન માટે તૈયારીઓ શરૂ થઈ છે. જેને લઈ ગુજરાતમાં પણ ઓલિમ્પિક ગેમ્સ માટે ઓલિમ્પિક વિલેજ બનાવાશે. આ તરફ હવે તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં ત્રણ સ્થળે રમતગમતના મેદાન સાથે રહેઠાણ તૈયાર કરવામાં આવશે. વિગતો મુજબ ઓલિમ્પિક ગેમ્સ-2036ને લઈ ગુજરાતમાં ઓલિમ્પિક વિલેજ માટે સરવે કામગીરી શરૂ થઈ ચૂકી છે.
ઓલિમ્પિક ગેમ્સ-2036ના આયોજન માટે ગુજરાતમાં પણ ઓલિમ્પિક વિલેજ બનાવાશે. વિગતો મુજબ રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં ઓલિમ્પિક વિલેજ બનાવવા અંગે કવાયત શરૂ કરવામાં આવી છે. જેને લઈ ગુજરાતમાં ઓલિમ્પિક વિલેજ માટે સરવે કામગીરી શરૂ થઈ ચૂકી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં ત્રણ સ્થળે રમતગમતના મેદાન સાથે રહેઠાણ તૈયાર કરાશે.
કયા કયા સ્થળોની પસંદગી કરાઈ
ગુજરાતમાં ઓલિમ્પિક રમતોની ઉજવણી ક્યા થઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાતમાં ઓલિમ્પિક રમતોની શક્યતાને પગલે 33 સ્થળોની પસંદગી કરાઈ છે. જેમાંથી 17 સ્પોટ અમદાવાદમાં છે. તો 6 સ્પોટ ગાંધીનગરમાં છે. બાકીના સ્પોટ રાજ્યમાં અન્ય સ્થળોએ છે.
આ 33 સંભવિત સ્પોટ્સ પર સિંગલ સ્પોર્ટસ માટે 22 અને મલ્ટી સ્પોર્ટસ માટે 11 સ્થળ પસંદ કરાયા છે. આ 33 સ્થળો માટે પહેલા 131 સાઈટ્સનું મૂલ્યાંકન કરાયુ હતું. જેમાં સ્થળ સુધી પહોંચવાની કનેક્ટિવિટી, ક્ષમતા, લેગસી સંભવિત, વિસ્તરણ ક્ષમતા અને ઓવરલે સંભવિત જેવા માપદંડોના આધારે 56 સાઈટ્સ પર વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતું. જેના પર ચર્ચા વિચારણના અંતે 33 સાઈટ્સની પસંદગી કરવામાં આવી હતી.
ગુજરાતમાં 3 જગ્યાએ બનશે ઓલિમ્પિક વિલેજ
ગોલિમ્પિક અંતર્ગત અમદાવાદમાં 3 હજાર મકાનોનું એક ગામ ઉભું કરવામાં આવશે. જે મોટેરા પાસે તૈયાર થશે. કુલ 236 એકરમાં આ ગામ બનીને તૈયાર થશે. મીટિંગમાં સ્પોર્ટસ એન્ક્લેવનો માસ્ટર પ્લાન પણ રજૂ કરાયો હતો. સાથે જ ગોલિમ્પિક SPV નું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. હવે પછી આ દ્વારા જ ઓલિમ્પિક ગેમ્સના આયોજન અને અમલીકરણ થશે.
આ બેઠકમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર લઈ રહેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્ક્લેવના માસ્ટર પ્લાનનું બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જે ઓલિમ્પિકની તમામ રમતોનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. મોટેરા ખાતે તૈયાર થનારા આ એન્ક્લેવમાં અંદાજે 4600 રૂપિયા કરોડનો ખર્ચો થશે. જ્યાં 93 લાખ ચોરસ ફૂટમાં 20 જેટલી સ્પોર્ટસનું આયોજન થઈ શકે તે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.