Abhayam News
Abhayam

શું તમે જાણો છો કે તમે મોબાઇલમાં જે સિમ કાર્ડ યુઝ કરો છો એનો એક ખૂણો કેમ કપાયેલો હોય છે ?

Do you know why the SIM card you use in mobile has a cut off corner?

શું તમે જાણો છો કે તમે મોબાઇલમાં જે સિમ કાર્ડ યુઝ કરો છો એનો એક ખૂણો કેમ કપાયેલો હોય છે ? મોબાઈલ ફોન આજે આપણી રોજીંદી લાઈફસ્ટાઈલનો એકમહત્વનો ભાગ બની ગયો છે. દરેક ફોન પછી તે સાદો હોય કે સ્માર્ટફોન હોય તેમા સીમ કાર્ડ હોય જ છે. આપણે બધાએ સિમ કાર્ડ જોયેલુ જ છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક સીમકાર્ડનો એક ખૂણો કપાયેલો કેમ હોય છે ? શું તે માત્ર સીમકાર્ડને સ્ટાઈલ આપવા માટે બનાવવામાં આવ્યું છે કે પછી તેની પાછળ કોઈ બીજુ ચોકકસ કારણ છે? ચાલો આ લેખમા વિગતવાર માહિતી જાણીયે.

Do you know why the SIM card you use in mobile has a cut off corner?

શું તમે જાણો છો કે તમે મોબાઇલમાં જે સિમ કાર્ડ યુઝ કરો છો એનો એક ખૂણો કેમ કપાયેલો હોય છે ?

  • દરેક સિમકાર્ડનો એક ખૂણો કાપવામાં આવે છે જેથી સિમકાર્ડને મોબાઇલ ફોનમાં યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત ફિટ કરી શકાય.
  • સિમ ઊંધું છે કે સીધું તે ઓળખવા માટે સિમની ડિઝાઈન એવી રીતે બનાવવામાં આવે છે. જો લોકો સિમને ઊંધું મૂકે છે, તો તેની ચિપને નુકસાન થવાની શકયતા છે.
  • બીજુ એ કે ફોનમા સીમકાર્ડ વ્યવસ્થિ ચડશે તો જ એ ચાલશે. જો ઊંધુ મુકી દેવામા આવે તો સિમકાર્ડ કામ નહિ કરે. એટલા માટે પણ સિમકાર્ડમા એક ખૂણે ખાંચો રાખવામા આવે છે.
  • જો SIM કાર્ડ પર કોઈ કટ માર્ક ન કરેલ હોય તો તેને મોબાઈલ ફોનમાં યોગ્ય રીતે નાખવામાં મુશ્કેલી પડતી હતી. મોબાઈલ ફોનમાં સિમ કાર્ડની રોંગ સાઈડ મુકવામા આવે છે. મોબાઈલ ફોનમાં વપરાતા સિમ કાર્ડની પહોળાઈ 25 mm, લંબાઈ 15 mm અને જાડાઈ 0.76 mm હોય છે.
Do you know why the SIM card you use in mobile has a cut off corner?
  • સિમનું ફૂલ ફોર્મ સબસ્ક્રાઇબર (એસ) આઇડેન્ટિટી (I) મોડ્યુલ (એમ) થાય છે. તે કાર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (COS) ચલાવતી એક સંકલિત સર્કિટ છે જે ઇન્ટરનેશનલ મોબાઇલ સબસ્ક્રાઇબર આઇડેન્ટિફિકેશન (IMSI) નંબર અને તેની સંબંધિત કીને સુરક્ષિત રીતે તેની ચીપમા સ્ટોર કરે છે.
  • સીમકાર્ડની ચીપમા સ્ટોર થયેલ આ નંબર અને કીનો ઉપયોગ મોબાઈલ ટેલિફોની ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર પર યુઝર્સને ઓળખવા અને પ્રમાણિત કરવા માટે થાય છે.
  • હાલ મોબાઇલમા આવેલા નવીનીકરણ મુજબ માઇક્રો અને નેનો કાર્ડનો વધારે પ્રમાણમા ઉપયોગ થાય છે.
Do you know why the SIM card you use in mobile has a cut off corner?

અત્યારના આધુનીક યુગમાં મોબાઈલનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે અને હવે તો ફોન વગર આપણા ઘણા બધા કામ અટકી જાય છે. ફોન આવ્યો તો સમજી લો કે સાથે સિમ કાર્ડ પણ લગાવવુજ પડે છે. સિમકાર્ડ વગર ફોન કોઈ કામનો રહેતો નથી. સિમકાર્ડનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે, પરંતુ તેનાથી સંબંધિત એક પ્રશ્ન ભાગ્યે જ કોઈના મનમાં આવ્યો હશે. શું તમે ક્યારેય ધ્યાનથી સિમમાં જોયું છે? કે તેનો એક ખૂણો કપાયેલો હોય છે. શું તમે જાણો છો કે તેની પાછળનું કારણ શું છે? ચાલો સીમકાર્ડ ના પ્રકાર વિશે (Sim Card shape) જાણીયે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આ રાજ્યમાં મિની લોકડાઉન:-આટલા વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે…

Abhayam

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી દિવસે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં 352 રક્તયુનિટ એકઠું કરાયું…

Abhayam

હેલ્ધી રહેવું હોય તો અપનાવો જુની આ આદતો 

Vivek Radadiya