Abhayam News
Abhayam

જબરો કિસ્સો, 2 પત્ની, 9 બાળકો સાથે 6 ગર્લફ્રેન્ડ્સનું ગુજરાન ચલાવવા ગુનાખોરીના માર્ગે વળ્યો જબરો કિસ્સો 

Case in point, 2 wives, 9 kids with 6 girlfriends

જબરો કિસ્સો, 2 પત્ની, 9 બાળકો સાથે 6 ગર્લફ્રેન્ડ્સ દિવાળીનો તહેવાર હતો અજિત મૌર્ય નામનો સોશિયલ મીડિયા સ્ટાર વેકેશનનો પ્લાન બનાવી રહ્યો હતો. તે એક મોટી હોટલમાં પત્ની સાથે ડિનર વખતે મનોમન સફરના ઘોડા દોડાવતો હતો પરંતુ તેને ખબર નહોતી કે તેના પ્લાન પર પાણી ફરી વળવાનું છે અને તેને જેલની હવા ખાવાનો વારો આવશે.

Case in point, 2 wives, 9 kids with 6 girlfriends

તે પત્ની સાથે જમી રહ્યો હતો ત્યારે સરોજિનીનગર પોલીસે તેની ધરપકડ કરી હતી. છઠ્ઠા ધોરણના ડ્રોપઆઉટ અજિતની જ્યારે પોલીસે તપાસ કરી કે ત્યારે જાણવા મળ્યું કે અજિતને બે પત્નીઓ, નવ બાળકો અને છ ગર્લફ્રેન્ડ હતી અને બધાનું ગુજરાન ચલાવવા માટે તે ગુનાખોરીના માર્ગે વળ્યો હતો. 

અજિત મૌર્ય સામે નવ ગુનાહિત કેસ 
અજિત મૌર્ય  સોશિયલ મીડિયા સાઇટ્સ પર રીલ્સ બનાવે છે અને તેની સામે નવ ગુનાહિત કેસ નોઁધાયેલા છે જેમાં નકલી પોન્ઝી જેવી યોજનાઓ ચલાવવી, નકલી ભારતીય ચલણી નોટો ફરતી કરવી, વીમા યોજનાઓથી લોકોને છેતરવા અને બીજા કેસ સામેલ છે. ધર્મેન્દ્ર કુમાર દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે તેની શોધખોળ શરુ કરી હતી અને તે ઝડપાઈ ગયો હતો. 

Case in point, 2 wives, 9 kids with 6 girlfriends

કોણ છે અજિત મૌર્ય કેવી રીતે વળ્યો ગુનાખોરીની દુનિયામાં 
સરોજિનીનગરના એસએચઓ શૈલેન્દ્ર ગિરીએ જણાવ્યું હતું કે અજિત મુંબઈમાં પ્લાસ્ટર ઓફ પેરિસનું કારખાનું ચલાવતો હતો પરંતુ તેમાં ખોટ જતાં તે ગુનાખોરીના માર્ગે વળ્યો હતો. 2010 સુધીમાં તેણે તેની નોકરી ગુમાવી દીધી હતી અને ગોંડામાં તેના ગામ પાછો ફર્યો હતો ત્યાર પછી કોઈ નોકરી ન મળતાં તેણે ગુનાખોરીની દુનિયામાં ડગલું માડ્યું અને 2016માં તેની સામે પહેલો કેસ નોંધાયો ત્યાર પછી આજ દિન સુધી તેણે પાછું વળીને જોયું નથી.

બે વર્ષ પછી તે સુશીલા નામની મહિલા સાથે (30) સાથે સંપર્કમાં આવ્યો અને છેતરપિંડીના નવા માધ્યમો અપનાવ્યા. તેણે બનાવટી ચલણી નોટોનું ચલણ શરૂ કર્યું અને પોન્ઝી જેવી યોજનાઓ વહેતી કરી. 2019માં અજિતે સુશીલા સાથે લગ્ન કર્યા હતા. તેઓ કિંગ સાઈઝ લાઈફ જીવવા લાગ્યા હતા અને તેને સુશીલાથી બે બાળકો મળ્યાં હતા.

Case in point, 2 wives, 9 kids with 6 girlfriends

તપાસ દરમિયાન પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે અજિતે બે મકાનો બાંધ્યા હતા, જેમાં એક મકાનમાં સંગીતા બીજામાં સુશીલા અને તેના બાળકો માટે, જ્યારે તે પોતે ભાડાના મકાનમાં રહે છે. રસપ્રદ વાત એ છે કે અજિત પોતાની પત્નીઓને વૈભવી જીવન 
પૂરું પાડે છે અને જે પણ લૂંટ કરે તે સરખે સરખે ભાગે વહેંચી લે છે. 

બે પત્નીઓ, 9 બાળકો સાથે અજિતને 6 ગર્લફ્રેન્ડ્સ 
પોલીસે તેના કોલ ડિટેઇલ રેકોર્ડ્સ સ્કેન કર્યા અને જાણવા મળ્યું કે બે પત્નીઓ, 9 બાળકો સાથે અજિતને 6 ગર્લફ્રેન્ડ્સ પણ છે અને તે બધાને લાંબી મુસાફરીએ લઈ જતો હતો અને આ બધાનું ગુજરાત ચલાવવા માટે તે ગુનાખોરીના માર્ગે વળ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અત્યારે જો હું ભારત દેશનો પ્રધાનમંત્રી હોઉ તો…

Abhayam

મુંબઈમાં RBI સહિત 11 બેન્કોને બોંબથી ઉડાવી મૂકવાની ધમકી

Vivek Radadiya

ટી-20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા

Vivek Radadiya