Abhayam News
AbhayamGujarat

જયસુખ પટેલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર

The Supreme Court refused the bail plea of ​​Jaysukh Patel

જયસુખ પટેલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર Supreme Court on Morbi Bridge Collapse: ગુજરાતના મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.

ગુજરાતના મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું- અત્યારે નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો. ગયા વર્ષે 30 ઓક્ટોબરના રોજ થયેલા આ અકસ્માતમાં કુલ 135 લોકોના મોત થયા હતા. જયસુખ પટેલ બ્રિજની જાળવણી કરતી કંપની ઓરેવાના એમડી છે.

આ પૂર્વે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો. 135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. જે પછી મોરબી પોલીસે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.

જયસુખ પટેલના પિતા અને ભારતના “દીવાલ ઘડિયાળના પિતા” ગણાતા ઓધવજી પટેલે વર્ષ 1971માં 1 લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે મળીને ‘ઓરેવા ગ્રૂપ’ની સ્થાપના કરી હતી. આ કંપનીનું નામ તે વખતે ‘અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરર’ હતું અને કંપનીમાં ઓધવજીની ભાગીદારી માત્ર 15 હજાર રૂપિયાની હતી. જોકે, બાદમાં ભારતમાં અજંતાની દીવાલ ઘડિયાળ લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં ‘અજંતા કંપની’ ઓધવજીના નામે થઈ.

આ દાયકામાં ઓધવજીએ ‘ક્વાટર્ઝ ઘડિયાળ’ બનાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે અજંતા વિશ્વની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની બની, એટલું જ નહીં ઇલેટ્રૉનિક્સ કન્ઝ્યુમર કૅટેગરીમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કૉમર્સે અજંતા ગ્રૂપને સતત 12 વર્ષ સુધી હાઇએસ્ટ ઍક્સ્પોર્ટરનો ઍવૉર્ડ આપ્યો.

મોરબીમાં ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે 30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન 4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા.                    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગુજરાતમાં અગામી 2 દિવસ પડશે વરસાદ, જાણો ક્યા દિવસે ક્યાં પડશે વરસાદ…

Abhayam

કાઇટ ફ્લાયર તરીકે નોર્થ-ઈસ્ટ સિવાય આખા ઈન્ડિયામાં ટ્રાવેલ કર્યું છે.

Vivek Radadiya

સુરત : ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવોર્ડ એનાયત કરાયોસુરત :

Vivek Radadiya