ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ: સુરંગની અંદરની હકીકત ઉત્તરાખંડની સિલક્યારા ટનલમાં કામદારોએ અત્યંત મુશ્કેલ સ્થિતિમાં 17 દિવસ વિતાવ્યા. છતા આ અદમ્ય સાહસથી ભરેલા શ્રમિકો ન તો હતાશ થયા ન તો નિરાશ. તેમને પુરો વિશ્વાસ હતો કે રેસક્યુ ટીમ જરૂર એક દિવસ તેમના સુધી પહોંચશે અને આખરે મંગળવારે એ શુભ ઘડી આવી. જ્યારે રેટ માઈનર્સે પહેલીવાર ફસાયેલા શ્રમિકો સુધી પહોંચ્યા તો 174 દિવસમાં પુરી કહાની બયાં કરી દીધી. તેમણે રેટ માઈનર્સને ગળે લગાવી લીધી અને જયકારા પણ લગાવ્યા.
સિલક્યારા સુરંગમાં ફસાયેલા કામદારોએ ટાઈમપાસ માટે દેસી જુગાડથી રમતો બનાવી હતી. તેઓ યોગા પણ કરતા હતા અને ટહેલતા પણ હતા. રાહત ટીમ દ્વારા તેમને બેટ બોલ અને મોબાઈલ પણ આપ્યા બાદ તેઓ ક્રિકેટ પણ રમ્યા અને ફિલ્મો પણ જોઈ. જ્યારે રેટ માઈનર્સ સુરંગમાં ફસાયેલા શ્રમિકો સુધી પહોંચ્યા તો તેમને ગળે લગાવી લીધા અને તેમને પાણી પણ પીવડાવ્યુ અને કાજુ પણ ખાવા માટે ઓફર કર્યા હતા.
28 કલાક સતત કામ કરી 18 મીટરની પહાજડની ડ્રિલીંગ કરી રેટ માઈનર્સ સૌથી પહેલા કામદારો સુધી પહોંચ્યા TV9 સાથેની ખાસ વાતચીતમાં રેટ માઈનર્સ નાસિરે જણાવ્યુ કે જ્યારે તેઓ સુરંગની અંદર દાખલ થયા તો ફસાયેલા કામદારોની ખુશીની કોઈ સીમા ન હતી. સૌથી પહેલા તેમણે તેમનો જયકારો લગાવ્યો ત્યારૂબાદ રેટ માઈનર્સને ભેટી પડ્યા હતા. રેટ માઈનર્સે જણાવ્યુ કે તમામ કામદારોને પુરો વિશ્વાસ હતો કે રાહત ટૂકડીઓ તેમને સુરક્ષિત બહાર કાઢી જ લેશે.
ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ: સુરંગની અંદરની હકીકત
કેવી રીતે વિત્યા મુશ્કેલીના એ 17 દિવસ ?
રેટ માઈનર્સ નાસિરના જણાવ્યા મુજબ સિલક્યારા સુરંગમાં 200 મીટર અંદર જ્યા કાટમાળ પડ્યો હતો. તેની આગળ સુરંગ સંપૂર્ણ રીતે પહોળી અને બે થી અઢી કિલોમીટર લાંબી હતી. જ્યારે નાસિર અંદર પહોંચ્યા તો ફસાયેલા શ્રમિકોએ તેમને પાણી પીવડાવ્યુ. રેટ માઈનર્સને જોઈને શ્રમિકો એટલા ખુશ હતા કે તેઓ એક પળની અંદર જ તેમની 17 દિવસની સંપૂર્ણ કહાની કહેવા માગતા હતા. આ શ્રમિકોએ નાસિર અને અન્ય રેટ માઈનર્સને એ જગ્યા પણ બતાવી જ્યાં તેઓ સૂતા હતા, કેવી રીતે આંટાફેરા કરતા હતા અને ક્યાં બેસી રેસક્યુ ટીમ આવવાની રાહ જોતા હતા.
શ્રમિકો રેટ માઈનર્સને જોઈને થઈ ગયા ભાવુક
નાસિર અને તેમના સાથી રેટ માઈનર્સના જણાવ્યા મુજબ તમામ શ્રમિકો સ્વસ્થ અને સલામત હતા. જ્યારે તેમણે રેટ માઈનર્સને જોયા તો તેઓ ભાવુક થઈ ગયા. શ્રમિકોએ જણાવ્યુ કે તેમને પુરો વિશ્વાસ હતો કે રાહત ટીમ તેમને સલામત બહાર લાવશે. તેમણે રેટ માઈનર્સને જણાવ્યુ કે બે દિવસ પહેલાથી જ અમને એવુ લાગવા લાગ્યુ હતુ કે બસ હવે અમારી આઝાદીને આડે થોડી પળોનો જ ઈંતઝાર બાકી છે.
રેટ માઈનર્સે સ્ક્રોલિંગ કરી સુતા સુતા પહાડ ખોદ્યો
રેટ માઈનર્સે જણાવ્યુ કે તેઓ સતત 28 કલાકથી કામ કરી રહ્યા હતા. તેમણે 18 મીટરની મેન્યુઅલ ડ્રિલીંગ કરી. તેના માટે તેમણે એક નાનુ ડ્રીલ મશીન અને ગેસ કટરનો પ્રયોગ કર્યો. તેમણે જણાવ્યુ કે પાઈપની અંદર તેમના અને કાટમાળ વચ્ચે બસ થોડા ઈંચનું અંતર હતુ. રેટ માઈનર્સે જણાવ્યુ કે વચ્ચે તેમને લોખંડા ટુકડા, 32 એમએમનો સળિયો, અને અન્ય પણ ઘણી બાધાઓ આવી. જેને તેઓ ગેસ કટરથી કાપીને આગળ વધતા રહ્યા. એક સમયે બે લોકો અંદર જતા હતા અને હાથોથી માટી ખોદી તેને એક તપેલીમાં ભરી દોરડાની મદદથી બહાર લઈ જવામાં આવતી હતી.
ડર પણ હતો અને શ્રમિકોને બચાવવાનો દૃઢ સંકલ્પ પણ
બુલંદશહેર, દિલ્હી અને કાસગંજથી બોલાવાયેલા રેટ માઈનર્સે જણાવ્યુ કે સ્ક્રોલિંગ કરીને પહાડની ડ્રિલિંગ ઘણી મુશ્કેલ હોય છે. પરંતુ તેમને તેની પ્રેકટિસ છે. અહીં પડકાર એ હતો કે તેમણે આ પહેલા ક્યારેય આ પરિસ્થિતિમાં કામ નથી કર્યુ. તેમને પણ ડર લાગી રહ્યો હતો પરંતુ શ્રમિકોને બચાવવાનો દૃઢ નિશ્ચય તેનાથી પણ વધુ હતો. tv9 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે અમારી જાનથી વિશેષ અમને ફસાયેલા કામદારોના જીવની વધુ ચિંતા હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે