ડુંગળીના ભાવમાં થયો ઘટાડો ભાવનગર: એક સમયે ડુંગળીના ભાવમાં ધરખમ વધારો થયો હતો. જો કે હાલ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. ભાવનગરથી આવતી ડુંગળીના ભાવમાં કડાકો બોલ્યો છે. અગાઉ જે ડુંગળી 80થી 90 રૂપિયે પ્રતિ કિલો વેચાઈ રહી હતી. તેના હાલ પ્રતિ કિલો 30થી 40 રૂપિયા થયા છે.
ડુંગળીના આસમાને પહોંચેલા ભાવ, ફરી ધરતી પર આવી રહ્યા છે. ત્રણ-ચાર દિવસથી મહારાષ્ટ્ર તેમજ મહુવા અને ભાવનગરથી ડુંગળી આવતા ભાવમાં કડાકો બોલ્યો છે. જેને લઈને હોલસેલ બજારમાં ડુંગળીનો ભાવ પ્રતિકિલો 35થી 40 રૂપિયા થઈ ગયો છે. જ્યારે છુટક બજારમાં 80 રૂપિયા જેટલો ભાવ ચાલી રહ્યો છે. જો કે, કમોસમી વરસાદી વાતાવરણને લઈને વેપારીઓ પણ ડુંગળી ખરીદવા તૈયાર નથી.
દિવાળી પહેલા ડુંગળીની આવક ઘટી હતી. જેને કારણે તેના ભાવ પણ વધ્યા હતા. જો કે, મહારાષ્ટ્રના નાસિક અને ભાવનગરના મહુવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી 70 જેટલી ટ્રકોમાં ડુંગળીની આવક થઈ છે. ડુંગળીની આવક રાબેતા મુજબ થતાં ભાવ પણ ગગડ્યા છે. ભાવનગર માર્કેટયાર્ડમાં હાલમાં 1500 જેટલા થેલા એક જ દિવસમાં વેચાણ માટે આવ્યા છે. જો કે, વેપારીઓ વરસાદી વાતાવરણને કારણે ખરીદીથી દૂર છે, ત્યારે ભાવ હજુ ગગડે તેવી શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે