કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ ગ્રામીણ વિકાસ મંત્રાલયે આ અંગે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ પહેલનો ઉદ્દેશ્ય 50,000 ‘કૃષિ સખી’ને તાલીમ આપવાનો છે. જેથી કૃષિ મંત્રાલયની ગૌણ કચેરી નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ (NCONF) દ્વારા તબક્કાવાર પ્રમાણન આપી શકાય. કેન્દ્ર આ તાલીમ માટે નોડલ સંસ્થા છે. તાલીમ મોડ્યુલ NCONF દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ ક્રમમાં હવે સરકાર દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ‘કૃષિ સખી’ તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ
તેનો ઉદ્દેશ્ય 50,000 ‘કૃષિ સખી’ને તાલીમ આપવાનો
ગ્રામીણ વિકાસ મંત્રાલયે આ અંગે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ પહેલનો ઉદ્દેશ્ય 50,000 ‘કૃષિ સખી’ને તાલીમ આપવાનો છે. જેથી કૃષિ મંત્રાલયની ગૌણ કચેરી નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ (NCONF) દ્વારા તબક્કાવાર પ્રમાણન આપી શકાય. કેન્દ્ર આ તાલીમ માટે નોડલ સંસ્થા છે. તાલીમ મોડ્યુલ NCONF દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને અંતિમ સમીક્ષા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ એક્સટેન્શન મેનેજમેન્ટને મોકલવામાં આવ્યા છે.
પ્રાકૃતિક ખેતી પહેલની મહત્વની ભૂમિકા
આ કાર્યક્રમમાં દરમિયાન ગ્રામીણ આજીવિકાના અધિક સચિવ, ચરણજીત સિંહે સામાજિક અને આર્થિક ગતિશીલતા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પરિવર્તન લાવવામાં સામુદાયિક સંસાધન વ્યક્તિઓની ભૂમિકા પર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગામડાઓને ‘સમૃદ્ધિ ગામો’ તરીકે રૂપાંતરિત કરવામાં અને “લખપતિ” SHG સભ્યો બનાવવા માટે બંને મંત્રાલયો માટે પ્રાકૃતિક ખેતી પહેલની ભૂમિકા ઘણુ મહત્વ ધરાવે છે.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા તેમની ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે
ગ્રામીણ આજીવિકાના સંયુક્ત સચિવ સ્મૃતિ શરણે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પ્રયોગશાળાથી માટી સુધી ટેકનોલોજીનું ટ્રાન્સફર મહત્વનું છે અને તેમાં કોમ્યુનિટી રિસોર્સ પર્સન્સ (CRPs) મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે આગળ જણાવ્યું કે, CRP નાના અને સીમાંત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા તેમની ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે