Abhayam News
Abhayam

ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ 

A mysterious pneumonia outbreak is spreading rapidly in China

ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ  ચીનમાં કોરોના બાદ હવે એક અન્ય મુશ્કેલી સામે આવી છે. વાત જાણે એમ છે કે, ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે હોસ્પિટલમાં દાખલ બાળકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થતા આરોગ્ય અધિકારીઓ ચિંતાતુર બન્યા છે. 

A mysterious pneumonia outbreak is spreading rapidly in China

ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ 

ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું કહેવું છે કે, તે ચીનમાં H9N2 ના કેસ અને બાળકોમાં ઝડપથી ફેલાતા શ્વસન રોગ પર નજીકથી નજર રાખી રહ્યું છે. હાલમાં ચીનમાં ઉભરી રહેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝાના કેસો સાથે ભારતમાં શ્વસન સંબંધી રોગ ફેલાવાનું ઓછું જોખમ છે. ભારત કોઈપણ પ્રકારની ઈમરજન્સી માટે તૈયાર છે. 

દર્દીઓની વધતી સંખ્યા એ ચિંતાજનક સ્થિતિ
નોંધનિય છે કે,  દર્દીઓની વધતી સંખ્યા એ ચિંતાજનક સ્થિતિ છે જે કોવિડ સંકટના શરૂઆતના દિવસોની યાદ અપાવે છે. આરોગ્ય અધિકારીઓમાં ચિંતા ઉભી થઇ છે. મોટા ભાગના બાળકો આ રોગનો ભોગ બની રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ એલર્ટ કરી દીધું છે. તેણે પહેલેથી જ ચીનને વધુ માહિતી આપવા માટે કહ્યું છે.

છેલ્લા ત્રણ વર્ષમાં થયો વધારો
WHO કહે છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં સમાન સમયગાળાની સરખામણીમાં ચીનમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારીઓ વધી છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે, ઈન્ફલ્યુએન્ઝા અને સામાન્ય બેક્ટેરિયલ ચેપનો ફેલાવો એટલે કે કોવિડ-19ના પગલાંને દૂર કરવાથી માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા સહિત બાળકોને અસર કરતી શ્વસન સંબંધી બીમારીઓમાં વધારો થયો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

ટોપ-10 દેશોમાં સૌથી ઉપર ભારત

Vivek Radadiya

20 ઓગસ્ટે સોમનાથમાં 80 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ કામોનું લોકાર્પણ કરશે PM મોદી…

Abhayam

કચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી પહેલ

Vivek Radadiya