Abhayam News
Abhayam

રોકાણકાર માટે શરૂ કરવામાં આવી શાનદાર સુવિધા 

રોકાણકાર માટે શરૂ કરવામાં આવી શાનદાર સુવિધા  સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ ટ્રેડિંગ સદસ્યો અને બ્રોકર્સને એસેટ લોસથી બચાવવા માટે એક નવા પ્લેટફોર્મની શરૂઆત કરી છે. તેનું નામ  IRRA છે. આ પ્લેટફોર્મ કોઈ ટેક્નીકલ ખરાબીના સમય એક સેફ્ટી નેટની તરીકે કામ કરશે. 

આ ટ્રેડિંગ સદસ્યોની મદદ કરશે જેથી તે કોઈ ઓર્ડરને એવા સમયમાં રદ્દ કરી શકે જ્યારે ટેક્નીકલ ખામીના કારણે મુખ્ય પ્લેટફોર્મ અને ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર તે આમ ન કરી શક્યા હોય અને તેમને તેના કારણે લોસ ભોગવવો પડી રહ્યો હોય. 

આ પ્લેટફોર્મને BSE, NSE, NCDEX, MCX અને MSEએ મળીને બનાવ્યું છે. આ સોમવારે સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે લોન્ચ કર્યું હતું. તેમણે તેને લોન્ચ કરતા એમ પણ કહ્યું છે કે આ પ્લેટફોર્મ કામ કેવી રીતે કરશે. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મ રોકાણકારોને તક આપશે કે તે પોતાની ઓપન પોઝિશનને બંધ કે પછી કોઈ ઓર્ડરને રદ્દ કરી શકે. 

રોકાણકાર માટે શરૂ કરવામાં આવી શાનદાર સુવિધા 

આ પ્લેટફોર્મ કોઈ ટેક્નીકલ ખામી કે પછી એવી અજાણી પરિસ્થિતિમાં મદદ કરશે જે મુખ્ય અને રિકવરી સાઈટ પર ઓર્ડર સાથે સંબંધિત કોઈ કામ કરવામાં મુશ્કેલી આવી રહી હોય. તેમણે કહ્યું તે આ રોકાણકારોનું જોખમ ઘટાડવા માટે વિકસિત કરવામાં આવ્યું છે. તેમણે આ વાત સ્પષ્ટ કરી કે આ પ્લેટફોર્મનો ઉપયોગ નવા ઓર્ડર કે પોઝિશન માટે નહીં કરવામાં આવે. તેનો ઉપયોગ ફક્ત ઓર્ડર કેન્સલ કરવા માટે જ થશે. 

કેમ પડી તેની જરૂર? 
જેમ જેમ ટ્રોડિંગ માટે ટેક્નીકલ પર નિર્ભરતા વધી રહી છે તેમ તેમ તેના ખતરા પણ વધી રહ્યા છે. ઘણી વખત આવી સ્થિતિઓ બની જાય છે જ્યાં કોઈ અજાણી ખામીના કારણે મુખ્ય રિકવરી પ્લેટફોર્મ કામ કરવાનું બંધ કરી દે છે. એવામાં રોકાણકાર પોતાના ટ્રેડ સાથે સંબંધિત કોઈ પણ ફેરફાર નથી કરી શકતા. 

મુશ્કેલી ત્યારે વધારે વધી જાય છે જ્યારે માર્કેટમાં ઝડપથી ઉતાર-ચડાવ થાય છે અને કોઈ રોકાણકાર પોઝિશન ક્લોઝ કે પછી ઓર્ડર કેન્સલ કરવા માંગતુ હોય. એવામાં તેને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

ગુજરાત હાઈકોર્ટ પણ કોરોના કેસ વધતાં એલર્ટ, ચીફ જસ્ટિસે બોલાવી મહત્વની બેઠક…

Abhayam

પરબધામના મહંત કરસનદાસ બાપુની ભવિષ્યવાણી…!

Vivek Radadiya

પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતો માટે આ માંગણી કરી ..

Abhayam