Abhayam News
Abhayam

વિશ્વ ઉમિયા ધામ ખેલ મહાકુંભ રમાશે

Vishwa Umiya Dham Khel Mahakumbh will be played

વિશ્વ ઉમિયા ધામ ખેલ મહાકુંભ રમાશે આગામી જાન્યુઆરી માસમાં વિશ્વ ઉમિયા ધામ ખેલ મહાકુંભનુ આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત અને વિદેશમાં પણ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેમાં 6 રાજ્યના અને 4 દેશના ખેલાડીઓ હિસ્સો લેશે. માત્ર પાટીદાર જ નહીં પરંતુ તમામ સમાજના ખેલાડીઓ તેમાં હિસ્સો લેશે.

Vishwa Umiya Dham Khel Mahakumbh will be played

વિશ્વ ઉમિયા ધામ ખેલ મહાકુંભ રમાશે

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું (504 ફૂટ) જગત જનની મા ઉમિયાનું મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં વિશ્વઉમિયાધામ પરિષરમાં મંદિરની સાથો સાથ સ્પોર્ટસ સંકુલ અને સ્કીલ યુનિવર્સિટીનું પણ નિર્માણ થવાનું છે.

વિશ્વઉમિયાધામ દ્વારા ચીનમાં આયોજિત એશિયન પેરા ગેમ્સ 2023માં ગુજરાતના 6 ખેલાડીઓએ વિશ્વકક્ષાએ ડંકો વગાડ્યો છે. વિશ્વભરનાં ડંકો વગાડનાર આ 6 ખેલાડીઓ એવમ્ ખુમારીથી એશિયન પેરા ગેમ્સ 2023માં ભારત વતી વિવિધ ગેમ્સમાં ભાગ લેનાર 19 ગુજરાતી ખેલાડીઓનું વિશ્વઉમિયાધામ દ્વારા સન્માન કરાયું હતું.

Vishwa Umiya Dham Khel Mahakumbh will be played

જાન્યુઆરીથી શરુ થશે ખેલ મહાકુંભ

આ અંગે વધુ વાત કરતા સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ  આર.પી.પટેલ જણાવે છે કે ગુજરાતનું યુવાધન આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણા સૌનું નામ રોશન કરે તો તેમનું સન્માન કરવું એ વિશ્વઉમિયાધામની જવાબદારી બને છે. વિશ્વઉમિયાધામને પાટીદાર સહિત તમામ સમાજના ખેલાડીઓ પર ગૌરવ અનુભવે છે. પેરા ગેમ્સના ખેલાડીઓ અનકન્ફર્ટ ઝોનમાંથી ક્રિયેટર્સ બન્યા છે.

આગળ જણાવ્યુ હતુ કે, આવી જ રીતે ગુજરાત યુવાનોમાં નવી ઉર્જા અને જુસ્સો વધે તે હેતુંથી આવનાર દિવસોમાં વિશ્વઉમિયાધામ ખેલ મહાકુંભનું પણ આયોજન થઈ રહ્યું છે. જાન્યુઆરી- 2024માં વિશ્વઉમિયાધામ ખેલ મહાકુંભની શરૂઆત થશે. જેના આયોજન થકી એક લાખ ખેલાડીઓ હિસ્સો લેશે.

Vishwa Umiya Dham Khel Mahakumbh will be played

વિશ્વઉમિયાધામ ખેલ મહાકુંભની વિશેષતા

  • જાન્યુઆરી 2024 થી રાજ્ય, દેશ અને વિશ્વભરમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થશે
  • ગુજરાતની સાથે 6 થી વધારે રાજ્યો અને 4 દેશમાંથી ખેલાડીઓ ભાગ લેશે
  • પાટીદાર સહિત તમામ સમાજના 1 લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેશે
  • ક્રિકેટ ,વોલીબોલ ,ફુલબોલ સહિત 11 થી વધારે રમતોનું આયોજન
  • ખેલ મહાકુંભના અંતે સારા ખેલાડી પસંદ કરી સંસ્થા દ્વારા ઓલિમ્પિક માટે ટ્રેનિંગ અપાશે

સન્માનિત ખેલાડીઓ

  1.  ભાવીના પટેલ, પેરા ટેબલ ટેનીસ, ક્લાસ-૪, સીંગલ્સ ( બ્રોન્ઝ મેડલ)
  2.  દપુણ ઇનાની, ચેસ, બી-૧, રેપીડ સીંગલ્સ, (ગોલ્ડ મેડલ) તથા રેપીડ ટીમ ( ગોલ્ડ મેડલ)
  3.  હિંમાશું રાઠી,ચેસ,બી-૧,સ્ટાડડુ સીંગલ્સ ( બ્રોન્ઝ મેડલ) એવમ્ સ્ટાડડુ ટીમ (બ્રોન્ઝ બ્રોન્ઝ)
  4.  નિમિષા સુરેશ સી.,એથ્લેટીકસ, ટી-૪૭,લોંગ જમ્પ, ( ગોલ્ડ મેડલ)
  5.  રચના પટેલ, બેડમિન્ટન, એસએચ-૬, સીંગલ્સ, ( બ્રોન્ઝ મેડલ)
  6.  અશિન મકવાણા, ચેસ, બી-૧, રેપીડ સીંગલ્સ, ( બ્રોન્ઝ મેડલ) તથા રેપીડ ટીમ ( ગોલ્ડ મેડલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રામ મંદિર ટ્રસ્ટે પુજારીઓની ભરતી માટે મંગાવી અરજીઓ

Vivek Radadiya

આજે Mamaearth IPO લિસ્ટ થશે

Vivek Radadiya

જાણો:-આજથી આ શહેરોને નાઇટ કર્ફ્યૂમાં રાહત…

Abhayam