Abhayam News
Abhayam

નેતા હતો એટલે બધુ મફતમાં થયુ: રાઘવજી પટેલ 

raghavji patel

નેતા હતો એટલે બધુ મફતમાં થયુ: રાઘવજી પટેલ  કૃષિમંત્રીએ કહ્યું કે, મેં PTC કર્યુ, આર્ટસ કર્યુ, લૉ કર્યુ અને સનદ મેળવ્યું પણ આ બધુ

  • જામનગર રાઘવજી પટેલના નિવેદનનો વીડિયો વાયરલ
  • શિક્ષક સંઘના કાર્યક્રમમાં આપ્યું નિવેદન
  • નેતા હોવ એટલે પરીક્ષાનું કોઈ ન કહે: રાઘવજી પટેલ

જામનગરમાં તાજેતરમાં યોજાયેલ શિક્ષક સંઘના એક કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાઘવજી પટેલે આપેલ નિવેદનનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં કૃષિમંત્રીએ કહ્યું કે, મેં PTC કર્યુ, આર્ટસ કર્યુ, લૉ કર્યુ અને સનદ મેળવ્યું પણ આ સાથે કહ્યું કે, નેતા બની ગયો એટલે કોઈ હાજરીનું ના પૂછે, નેતા હોવ એટલે કોઇ પરીક્ષાનું કોઈ ન કહે. હાલ રાઘવજી પટેલનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

raghavji patel

નેતા હતો એટલે બધુ મફતમાં થયુ: રાઘવજી પટેલ 

જામનગરમાં બે દિવસ પહેલા શિક્ષક સંઘનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ સ્ટેજ પરથી રાઘવજી પટેલ ખુદનું દ્રષ્ટાંત આપતા એક ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, PTCનું પહેલ વર્ષ ચાલુ હતુ અને ચૂંટણીના રવાડે ચડી ગયો હતો. પિતા ચૂંટણી હારી ગયા અને મારુ વર્ષ બગડી ગયું. ત્યારથી હું રાજકારણના રવાડે ચડ્યો અને ભણ્યો પણ ખરો. 

નેતા હતો એટલે બધુ મફતમાં થયુ: રાઘવજી પટેલ 
આ દરમિયાન તેમણે સ્ટેજ પરથી કહ્યું કે, મેં PTC કર્યુ, આર્ટસ કર્યુ,  લૉ કર્યુ અને સનદ પણ મેળવ્યું. પણ આ બધું નેતા હતો મફતમાં થયુ. આ સાથે તેમણે કહ્યું કે, નેતા બની ગયો એટલે કોઈ હાજરીનું ના પૂછે, નેતા હોવ એટલે કોઇ પરીક્ષાનું કોઈ ન કહે. તેમણે શિક્ષકોને સંબોધતા કહ્યું આવુ તો ચાલે છે તમે પણ જાણો છો. કૃષિમંત્રીએ ખુદનું દ્રષ્ટાંત આપતા આ ખુલાસો કર્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કોણ છે અમિતાભ બચ્ચનના જમાઈ નિખિલ નંદા ?

Vivek Radadiya

શ્રમિક અન્નપૂર્ણા યોજના

Vivek Radadiya

સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાખી સફાઈ કરવાનું નાટક

Vivek Radadiya