Abhayam News
Abhayam

સુરતમાં ભગવાનની જૂની તસવીરો સ્વીકારશે મનપા

SMC

સુરતમાં ભગવાનની જૂની તસવીરો સ્વીકારશે મનપા દિવાળીના તહેવારને ટાંણે લોકો ઘરની સાફસફાઇ બાદ દેવી-દેવતાઓના જૂના ફોટા નદીમાં, મેદાનમાં કે ઝાડ પાસે મૂકે છે. જેથી ખુલ્લામાં મુકાયેલા ફોટાને કારણે લોકોની લાગણી દુભાય છે. જોકે હવે આ મામલે સુરત મહાનગરપાલિકાને સરાહનિય કામગીરી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરત મહાનગરપાલિકાએ હવે ભગવાનના જૂના ફોટો સ્વીકારવાનું નક્કી કર્યું છે. વિગતો મુજબ સુરતના તમામ વોર્ડમાં હવે ભગવાન-માતાજીના જૂના ફોટો સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે.

SMC

સુરતમાં ભગવાનની જૂની તસવીરો સ્વીકારશે મનપા

મહાનગરપાલિકા ભગવાનના જૂના ફોટોનો સ્વીકાર કરશે. વિગતો મુજબ દિવાળીની સફાઈને ધ્યાને રાખીને મનપા દ્વારા આ નિર્ણય કરાયો છે. સફાઈ કરી લોકો ભગવાનના  ફોટો ખુલ્લામાં ગમે ત્યાં મૂકી દેતાં હોઇ લોકોની લાગણી દુભાય છે. જોકે હવે સુરતના મનપાના પાલ વોર્ડ દ્વારા સર્વપ્રથમ ફોટા સ્વીકારવાની શરૂઆત કરાઈ હતી. જે બાદમાં લોકોનો સારો પ્રતિસાદ મળતા શહેરના તમામ વોર્ડમાં જૂના ફોટો સ્વીકારવાની શરૂઆત કરાઇ છે. મહત્વનું છે કે, સવારે 7થી 11 અને બપોરે 2થી સાંજે 5.20 વાગ્યા સુધી ફોટો સ્વીકારાશે.

Surat Municipal Corporation Latest News: દિવાળીની સફાઈને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા કરાયો નિર્ણય, લોકો ભગવાનના જૂના ફોટો જ્યાં ત્યાં મૂકી દેતા હોવાથી નિર્ણય કરાયો, શહેરના તમામ વોર્ડમાં જૂના ફોટો સ્વીકારવાની શરૂઆત

  • સુરત મહાનગરપાલિકાનો સરાહનીય અભિગમ 
  • ભગવાનના જૂના ફોટો સ્વીકારશે મનપા 
  • મનપાના તમામ વોર્ડમાં સ્વીકારાશે ફોટો 
  • જ્યાં ત્યાં ભગવાનના ફોટો મૂકતા હોવાથી નિર્ણય 
  • સફાઈ દરમિયાન જૂના ફોટો જ્યાં ત્યાં મૂકવામાં આવે 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કેજરીવાલના આજથી 3 દિવસ ગુજરાતમાં ધામા

Vivek Radadiya

આજે Mamaearth IPO લિસ્ટ થશે

Vivek Radadiya

શું વધુ એક ડોઝ લેવાની પડશે જરૂર ? 

Vivek Radadiya