CR પાટીલે કહ્યું- અંબરીશ ડેરને હું હાથ પકડીને લઈ આવીશ વેરાવળ ખાતે વિમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટનમાં આજે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પહોંચ્યા હતા. જ્યાં સ્ટેજ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કોંગ્રેસના અંબરીશ ડેરને લઈ એક મોટું નિવેદન આપ્યું હતું. અંબરીશ ડેરને પોતાના મિત્ર ગણાવતા સી.આર.પાટીલે કહ્યું હતું કે, જેમની માટે મે બસમાં રૂમાલ મૂકી રાખ્યો હતો પણ બસ ચૂકી ગયા એવા.ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના આ નિવેદન બાદ હવે કોંગ્રેસ નેતા અંબરીશ ડેર ભાજપમાં જશે કે નહીં તેવા સવાલો ઊભા થયા છે CR પાટીલે કહ્યું- અંબરીશ ડેરને હું હાથ પકડીને લઈ આવીશ
વેરાવળ ખાતે વિમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અને પ્રદેશ અધ્યક્ષ સી.આરપાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સ્ટેજ પર પોતાનું ભાષણ આપવા ઊભા થયા ત્યારે તેમણે જે નિવેદન આપ્યું તે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેને લઈ હવે ચૂંટણી પહેલા જ અહીનું રાજકારણ ગરમાયું છે.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે વેરાવળ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્ટેજ પરથી કોંગ્રેસ નેતા અંબરીશ ડેરને લઈ એક નિવેદન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને લોકસાહિત્યકાર માયાભાઇ આહીર સહિતનાનું સ્વાગત કરતી વખતે પાટીલે તેમના ભાષણમાં કોંગ્રેસ નેતા અંબરીશ ડેરનો પણ ઉલ્લેખ કર્યો હતો. સી.આર.પાટીલે કહ્યું કે, , જેમની માટે મે બસમાં રૂમાલ મૂકી રાખ્યો હતો પણ બસ ચૂકી ગયા એવા અંબરીશ ડેર.. પછી કહ્યું કે, મારો મિત્ર જ છે હું એને લાવવાનો જ છું.. હાથ પકડીને.. આ તરફ હવે સી.આર.પાટીલના નિવેદન બાદ એ ચર્ચાએ જોર પકડયું છે કે, શું કોંગ્રેસ નેતા અંબરીશ ડેર ભાજપમાં જોડાશે ? જોકે હાલ તો અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે પણ આ તમામનો જવાબ સમય આવ્યે જ ખબર પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે